Worm Blood Moon: આવતીકાલે જ્યારે દેશભરમાં હોળીના બીજા દિવસ ધૂળેટીનો ઉત્સવ સવારે શરૂ થશે ત્યારે પશ્ચિમ ગોળાર્ધમાં હજી રાત્રી હશે. તે સમયે ત્યાં ફૂલ મૂન (પૂનમ) હશે. પરંતુ ત્યારે પૃથ્વીનો પડછાયો તેની ઉપર પડતાં ચંદ્ર લાલ રંગનો દેખાશે.
આવું રક્ત ચંદ્ર દર્શન પશ્ચિમ આફ્રિકાના છેડા ભાગથી શરૂ કરી પશ્ચિમ યુરોપ અને ઉત્તર તથા દક્ષિણ અમેરિકામાં દેખાશે.
આવો રક્ત રંજિત ચંદ્ર પશ્ચિમ આફ્રિકાનાં મોરોક્કોનાં કાસામ્બાંકા, સ્પેનના માડ્રિક પેરિસ, લંડન, ન્યૂયોર્ક વૉશિંગ્ટન, ગ્વાટેમાલા સીટી રાયો દ જાનીરો ઉપરાંત અમેરિકા ખંડના ટોરેન્ટો અને યુએસનાં શીકાગો સહિત અનેક શહેરોમાં ખગ્રાસ ચંદ્ર ગ્રહણ દેખાશે. જેમાં ચંદ્ર રક્તરંજિત જોવા મળશે.
આ ઉપરાંત ખાર્ટૂમ અંકારા કેરો જ્હોહાનિસબર્ગ ઉપરાંત યુરોપનાં બુખારેસ્ટ સોફિયા એથેન્સ, વોર્સો, બુડાપેસ્ટ, સ્ટોકહોમ, વિયેના, હોમ વર્લિન, કોપન હેગન, મોસ્કો, આર્મસ્ટર્ડામમાં ખંડ ગ્રહણ (પાર્શ્યલ ઇક્લિપ્સ) દેખાશે. આવું ખંડગ્રહણ મેલબોર્ન, સીડની, ટોક્યો, સીઉલ અને બૈજિંગમાં દેખાશે. આ વખતે ચંદ્ર પૃથ્વીથી ઘણો દૂર હોવાથી થોડો નાનો મેક્રો-મૂન દેખાશે. ઉક્ત વિસ્તારોમાં ખંડગ્રાહસ ચંદ્ર ગ્રહણ દેખાવાનું છે.
જ્યોતિષ શાસ્ત્રીઓ આ ઘટનાને સારી ગણતા નથી. બીજી વાત તે પણ છે કે સામાન્યત: એક વર્ષમાં ચાર સૂર્યગ્રહણ અને ચાર ચંદ્રગ્રહણ થાય છે. પરંતુ આ વર્ષે પાંચ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ છે. જે શુભ સંકેત નથી.