Indias Liquor Market: ભારતમાં એક વર્ષે 300 કરોડ લીટર બિયર સેવન છતાં રેન્ક 101, જાણો શા માટે!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Indias Liquor Market: દેશભરમાં હોળીની ઊજવણી ચાલી રહી છે, જોકે કેટલાક રાજ્યોમાં આજે તો ક્યાંક આવતીકાલે હોળી છે. આ તહેવાર વચ્ચે સૌથી મહત્ત્વની વાત ગૌતમબુદ્ધનગરમાંથી સામે આવી છે, જ્યાં 14 માર્ચ એટલે કે આવતીકાલે તમામ દારુ, બિઅરની દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે દારૂની દુકાનો 90 મિનિટ વધુ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર વહીવટીતંત્રે ગુરુવારે હોળીના તહેવાર નિમિત્તે દારૂના છૂટક વેચાણના સમયને લંબાવ્યો છે. તહેવારને ધ્યાને રાખીને દારુ-બિઅરની દુકાન મુદ્દે વિવિધ રાજ્યોમાં નવા-નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે, વર્ષ 2023માં ભારતીયો 300 કરોડ લીટર બિઅર પી ગયા છતાં તે 101 નંબર પર કેમ છે?

ભારતમાં 2023માં 3 લાખ 15 કરોડનું આલ્કોહોલ વેંચાયું

- Advertisement -

વાસ્તવમાં ભારતીય લોકો આલ્કોહોલિક ડ્રિંક્સમાં સૌથી વધુ બિઅર પીવે છે. ટેક્નોપૈક એડવાઈઝર્સના રિપોર્ટ મુજબ ભારતમાં આલ્કોહોલ (જેમાં દારુની જુદી જુદી વેરાઈટી સામેલ છે)નું માર્કેટ લગભગ 3 લાખ 15 કરોડનું હતું. ભારતમાં કુલ આલ્કોહોલ માર્કેટમાં સૌથી વધુ 45 ટકા બિઅરનું વેચાણ થયું હતું. જાપાનની બિઅર કંપની કીરીન હોલ્ડિંગના ડેટા મુજબ વર્ષ 2023માં ભારતીયો 300 કરોડ લીટર બિઅર આરોગી ગયા છે. પરિણામે કુલ વપરાશની દ્રષ્ટિએ ભારત આ વર્ષે વિશ્વભરમાં 13મા ક્રમે છે. પરંતુ જો માથાદીઠ વપરાશની વાત કરીએ તો તે 101મા સ્થાને છે.

ભારતમાં સરેરાશ વ્યક્તિ વાર્ષિક 2.1 લિટર બિઅર પીવે છે

- Advertisement -

ડેટા મુજબ, ભારતમાં સરેરાશ વ્યક્તિ વાર્ષિક 2.1 લિટર બિઅર પીવે છે. સૌથી વધુ બિઅર પીવા મામલે પ્રથમ ક્રમાંકે રહેલા ચેક રિપબ્લિકમાં બિઅરનો વાર્ષિક માથાદીઠ વપરાશ 152 લિટર છે. ત્યારબાદ યુરોપનો એકમાત્ર દેશ ઓસ્ટ્રિયાનો નંબર આવે છે, જ્યાં પ્રતિ વ્યક્તિ 106.5 લિટર બિઅર પી જાય છે. ત્રીજા ક્રમાંકે આવતા લિથુઆનિયામાં માથાદીઠ 103.3 લિટરનો વપરાશ થાય છે. જો કેટલાક મોટા દેશો સાથે સરખામણી કરવામાં આવે તો, આ રેન્કિંગમાં અમેરિકા 27મા સ્થાને, યુનાઈટેડ કિંગડમ 25મા ક્રમાંકે, રશિયા 31મા સ્થાને છે. અમેરિકામાં માથાદીઠ બિઅરનો વપરાશ વાર્ષિક 61.1 લિટર, યુકેમાં 65.5 અને રશિયામાં 60.4 લિટર છે. આની સરખામણીમાં ભારતનો વપરાશ નહિવત છે, તેની પાછળ સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કારણો છે.

Share This Article