Delhi Liquor Scam: કેજરીવાલ પછી સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન મુશ્કેલીમાં, ભ્રષ્ટાચાર કેસમાં તપાસનો ઘેરાવો!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Delhi Liquor Scam: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસ પહેલા કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો અને આજે ગૃહમંત્રાલયે સિસોદિયા અને જૈન વિરુદ્ધના ભ્રષ્ટાચાર કેસમાં તપાસના આદેશ આપ્યા છે. મંત્રાલયે 13 માર્ચ દિલ્હીના ઉપરાજ્યપાલ સચિવાલયને માહિતી આપી છે કે, ભ્રષ્ટાચારના કેસમાં AAPના બંને નેતાઓ સામે તપાસ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

હાલ સિસોદિયા અને જૈન જામીન પર બહાર

- Advertisement -

વાસ્તવમાં મનીષ સિસોદિયા લિકર પોલિસી અને સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રિંગ કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે. હાલ બંને નેતાઓ જામીન પર બહાર છે. ગૃહમંત્રાલયના આદેશ બાદ બંને કેસમાં તપાસ કામગીરી ઝડપી થવાની સંભાવના છે. આ પહેલા રાઉઝ એવન્યુ કોર્ટે 11 માર્ચે સરકારી ભંડોળના દુરુપયોગના કેસની સુનાવણી હાથ ધરી કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. કેજરીવાલ પર આક્ષેપ છે કે, તેમણે પ્રચાર દરમિયાન મોટા હોર્ડિંગ લગાવવા પાછળ પ્રજાના નાણાંનો ખોટી રીતે ઉપયોગ કર્યો.

અગાઉ કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો

- Advertisement -

કોર્ટે દ્વારકામાં હોર્ડિગ લગાવવા માટે કથિત જાહેર ભંડોળનો દુરુપયોગ કરવાના કેસમાં તેમની અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો હતો. કેજરીવાલ અને અન્ય લોકો વિરુદ્ધ હોળી બાદ એફઆઇઆર નોંધવામાં આવી શકે છે. વર્ષ 2019માં દ્વારકામાં મોટા હોર્ડિંગ લગાવવા માટે જાહેર નાણાંનો દુરુપયોગ કરવા મામલે કોર્ટમાં અરજી કરાઈ હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ અને દ્વારકાના કોર્પોરેટર નિતિકા શર્માએ વિસ્તારમાં વિવિધ સ્થળો પર મોટા હોર્ડિંગ લગાવવા માટે જાણી જોઈને જાહેર નાણાંનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે 11 માર્ચે અરજી પર સુનાવણી હાથ ધરી એફઆઇઆર નોંધવા આદેશ કર્યો હતો.

Share This Article