Israel Attack on Gaza Strip: પવિત્ર રમઝાન માસ નિમિત્તે ૧૯મી જાન્યુઆરીથી શરૂ થયેલો રમઝાન માસ દરમિયાન શાંતિ-જાળવવાની કરેલી હમાસ સહિત વિશ્વનાં અગ્રીમ નેતાઓએ યુદ્ધ વિરામ માટે કરેલા અનુરોધને પણ ઇઝરાયલે ગણકાર્યો નથી, આજે ગાઝા પટ્ટી ઉપર કરેલા પ્રચંડ હુમલામાં ઓછામાં ઓછાં ૩૩૦નાં મૃત્યુ થયાં છે. અનેક લોકો ઘાયલ થયા છે, માર્યા ગયેલાઓમાં મોટા ભાગે બાળકો અને મહિલાઓ હતાં.
આ સાથે હમાસે સામી ધમકી આપી છે કે ઇઝરાયલે ફરી યુદ્ધ શરૂ કરી હજી પણ અમારા કબજામાં રહેલા અપહૃતોની કુર્બાની આપવાનો નિર્ણય લીધો હોય તેવું લાગે છે.
બીજી તરફ વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે આ એર-સ્ટ્રાઇક્સ શરૂ કરતાં પહેલાં ઇઝરાયેલે અમોને જાણ કરી હતી અને અમારી સાથે ચર્ચા પણ કરી હતી.
સૌથી વધુ ખેદની વાત તે છે કે ઇઝરાયેલના આ વિનાશક હવાઈ હુમલામાં કેટલાક પત્રકારો, તેમજ યુનોના નેજા નીચે સહાય કરનારા સહાય કાર્યકરો (એઇડ-વર્કર્સ) પણ માર્યા ગયા છે.
આ પરિસ્થિતિમાં ગાઝા પટ્ટી કે વેસ્ટબેન્કનાં યુદ્ધ વિરામ સાધી શકાય કે તે અંગે મંત્રણા પણ શરૂ કરી શકાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી. વાસ્તવમાં તો ગાઝાપટ્ટી અને વેસ્ટબેન્કના વિસ્તારો તો ખેદાન-મેદાન ક્યારનાયે થઈ ગયા છે.