Gold Rate Today: વિશ્વ બજારમાં આજે કિંમતી ધાતુઓમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા.જેમાં આજે સોનું ૩૦૩૫ ડોલરની નવી ટોચે પહોંચ્યું હતુ. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ઐતિહાસિક ઉંચા ભાવ જોવા મળ્યા હતા. આ અહોવાલ પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાએ પ્રથમ વખત જ રૂપિયા ૯૧ ,૦૦૦ની સપાટી કૂદાવી હતી. જ્યારે મુંબઇ સોના-ચાંદી બજારમાં ચાંદીએ પુન: રૂપિયા ૧ લાખની સપાટી કૂદાવી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૧૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૩૦૦ની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૯૫૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૯૮૭થી ૨૯૮૮ વાળા ઉછળી ફરી ૩૦૦૦ ડોલર પાર કરી ઍઉંચામાં ભાવ ૩૦૩૫થી ૩૦૩૬ ડોલર બલ્લાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.
વૈશ્વિક ડોલરમાં પીછેહટ તથા ગાઝામાં હુમલા વચ્ચે રાતા સમુદ્રના વિસ્તારોમાં તણાવ વધતાં ઉપરાંત બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે વૈશ્વિક સોનામાં આજે ફંડોનું એકટીવ બાઈંગ ફરી વધ્યાના વાવડ હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૩૩.૫૬થી ૩૩.૫૭ વાળા ઉંચામાં ૩૪.૨૨ થઈ ૩૪.૧૯થી ૩૪.૨૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, એએનઝેડ બેન્કના જણાવ્યા મુજબ વિશ્વ બજારમાં હવે સોનાના ભાવ ૩ મહિનામાં વધુ વધી ૩૧૦૦ ડોલર તથા છ મહિનામાં ૩૨૦૦ ડોલર થવાની શક્યતા જણાય છે.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આ જે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૯૫ના વધી રૂ.૮૮૦૦૦ તથા ૯૯૯ના વધી રૂ.૮૮૩૫૪ બોલાયા હતાજ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી ૧ લાખ પાર કરી ૧૦૦૪૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચારહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે ઉંચામાં ૧૦૧૦ થઈ ૧૦૦૭થી ૧૦૦૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૮૨ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૨ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પણ વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૪૩ વાળા વધી ૭૨.૧૯ થઈ ૭૧.૮૬ ડોલર રહ્યા હતા. ચીનના સ્ટીમ્યુલ્સ પર બજારની નજર હતી. યુએસ ક્રૂડના ભાવ વધી ૬૮.૭૨ થઈ ૬૮.૩૪ ડોલર રહ્યા હતા. જો કે ગોલ્ડમેન લેકે ક્રૂડતેલના ભાવ આગળ ઉપર ઘટાડા તરફી રહ્યાના સંકેતો આવ્યા હતા.