Indigo Fined ₹944 Crore by IT Department: આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, ઇન્ડિગો પર રૂ. 944 કરોડનો દંડ ફટકારાયો

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Indigo Fined ₹944 Crore by IT Department: આવકવેરા વિભાગે એરલાઇન્સ કંપની ઇન્ડિગો પર ૯૪૪.૨૦ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. ઇન્ડિગોએ દંડ ફટકારવાના આ આદેશને ત્રૂટિપૂર્ણ ગણાવી જણાવ્યું હતું કે અમે આ આદેશને કોર્ટમાં પડકારીશું.

દંડ જમા કરાવવાનો આ આદેશ દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઇન્ડિંગોની મૂળ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને આપવામાં આવ્યો છે.

- Advertisement -

ઇન્ડિગોએ શેરબજારોને માહિતી આપતા જણાવ્યું છે કે આવકવેરા વિભાગના આકારણી યુનિટે આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૯૪૪.૨૦ કરોડ રૃપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે.

એરલાઇન્સે જણાવ્યું છે કે આ આદેશ એ દોષપૂર્ણ સમજને આધારે આપવામાં આવ્યો છે કે કંપની દ્વારા આવકવેરા કમિશનર (અપીલ્સ) (સીઆઇટી એ)ની સમક્ષ કલમ ૧૪૩ (૩) હેઠળ આકારણી આદેશની વિરુદ્ધ દાખલ અપીલ ફગાવી દેવામાં આવી છે જો કે વાસ્તવમાં આ કેસ વિલંબિત છે અને તેના પર નિર્ણય આવવાનો બાકી છે.

- Advertisement -

ઇન્ડિગોએ જણાવ્યું છે કે આ આદેશથી તેની નાણાકીય સ્થિતિ, ઓપરેશન અને અન્ય પ્રવૃત્તિઓ પર કોઇ અસર પડશે નહીં.

ઇન્ડિગોએ અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને વિશ્વાસ છે કે આવકવેરા ઓથોરિટી દ્વારા પારિત આદેશ કાયદા અનુસાર નથી અને ખોટો છે.

- Advertisement -

એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું છે કે કંપની તેનો વિરોધ કરશે અને આદેશની વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે.

Share This Article