Best Hill station for April: એપ્રિલમાં ફરવાનું વિચારી રહ્યા છો? આ મનમોહક સ્થળોનો જરૂર વિચાર કરો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Best Hill station for April: દેશભરમાં એપ્રિલમાં મોટા ભાગના લોકો ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરે છે. કારણ કે આ મહિના સુધીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છે અને પરિવારમાં દરેક લોકો ફ્રી હોય છે. એવામાં એપ્રિલ-મે મહિનામાં દેશના કેટલાક સુંદર સ્થળો જોઈ શકાય છે. આ સ્થળોની મુલાકાત લઈને તમે તમારા વેકેશનને યાદગાર બનાવી શકો છો. એપ્રિલ મહિનામાં અત્યંત ગરમીમાં તમે એવા સ્થળોની મુલાકાત લઇ શકો છો જ્યાંનું તાપમાન ઓછું હોય. એવામાં એવા ચાલો વિષે જાણીએ કે જે એપ્રિલમાં મહિનામાં ફરવા માટે બેસ્ટ છે.

લેહ-લદ્દાખ

- Advertisement -

ભારતમાં આ સીઝનમાં ફરવાલાયક બેસ્ટ ડેસ્ટીનેશનમાંથી એક છે લેહ-લદ્દાખ. અહીંની પ્રાકૃતિક સુંદરતા કોઈનું પણ દિલ જીતી શકે છે. આ જગ્યા ફરવા માટે સ્વર્ગથી ઓછી નથી. અહીં બરફથી ઢંકાયેલી ખીણો અને સુંદર નજારો પ્રવાસીઓનું મન મોહી લે છે. આ જ કારણ છે કે અહીં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે. અહીં પેંગોંગ લેક, ફુગટાલ મોનેસ્ટ્રી, મેગ્નેટિક હિલ જેવા સ્થાનિક પ્રવાસી સ્થળોની મુલાકાત લઈ શકાય છે.

Share This Article