Sunita Williams: અંતરિક્ષમાંથી ભારતનો અદ્ભૂત નજારો, પિતાને યાદ કરીને સુનિતા વિલિયમ્સે કહ્યું હું જલ્દી જ ભારત આવીશ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Sunita Williams: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે.

જલ્દી જ ભારત આવીશ: સુનિતા વિલિયમ્સ

- Advertisement -

સુનિતા વિલિયમ્સ જલ્દી જ ભારત પણ આવશે. તેમણે કહ્યું છે, કે ‘ મને આશા છે કે મારા પિતાના દેશ અને આગામી એક્સીઑમ મિશન પર જનારા ભારતીય નાગરિકો સાથે જલ્દી જ મુલાકાત કરીશ. અને મારા અનુભવ વર્ણવીશ. ભારત એક મહાન દેશ છે અને એક અદ્ભુત લોકતંત્ર છે જે અંતરિક્ષ ઉદ્યોગ ડગલાં ભરી રહ્યું છે. અમે તેનો હિસ્સો બની મદદ કરવાનું પસંદ કરીશું.’

Share This Article