IPL 2025: અશ્વની કુમાર કોણ? 30 લાખના ખેલાડીએ પહેલી જ મેચમાં 4 વિકેટ લઈને મચાવ્યો હંગામો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IPL 2025: સતત બે હાર બાદ જો મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2025ની પહેલી જીત નસીબ થઈ તો તેનો સૌથી મોટો સૂત્રધાર અશ્વની કુમાર હતો. એક એવો અજાણ્યો બોલર જેનું કોઈએ નામ સાંભળ્યું નહોતું, તેણે આવતાં જ પોતાની પહેલી મેચમાં ચાર વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો. અશ્વની આઈપીએલમાં પહેલી જ મેચમાં ચાર વિકેટ લેનાર પહેલો ભારતીય બની ગયો.

કોણ છે અશ્વની કુમાર?

- Advertisement -

પંજાબનો 23 વર્ષનો અશ્વની ડાબા હાથનો લેફ્ટ આર્મ પેસર છે. મોહાલી જિલ્લાના ઝંઝેરીના રહેવાસી અશ્વનીએ પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. આજસુધી કોઈ નવા બોલરે પોતાની ડેબ્યૂ મેચમાં આવું કર્યું નથી. અશ્વનીએ અજિંક્ય રહાણે (11), રિંકુ સિંહ (17), મનીષ પાંડે (17) અને આંદ્રે રસેલ (5) ની વિકેટ લીધી.

શેર-એ-પંજાબ ટી-20 ટ્રોફીથી છવાયા

પોતાના પેસ વેરિએશન માટે ફેમસ અશ્વનીની પાસે એક ખૂબ સારી વાઈડ યોર્કર પણ છે અને તેમણે 2024માં શેર-એ-પંજાબ ટી-20 ટ્રોફીમાં મુંબઈ ઈન્ડિયન્સના સ્કાઉટ્સને પ્રભાવિત કરી જ્યાં તેણે પોતાની પ્રભાવી ડેથ બોલિંગથી ઘણી મેચ જીતી. તેણે 2022માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ માટે ડેબ્યૂ કર્યું પરંતુ માત્ર ચાર મેચ જ રમી શક્યો. આ સિવાય અશ્વનીએ પંજાબ માટે બે પ્રથમ શ્રેણી અને ચાર લિસ્ટ એ ગેમ રમી છે.

30 લાખ રૂપિયામાં ખરીદ્યો

2025ની મેગા હરાજી દરમિયાન મુંબઈ ફ્રેંચાઈઝીએ તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સીઝનમાં તે પંજાબ કિંગ્સની ટીમનો ભાગ હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવી શક્યો નહીં. પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ અશ્વનીએ તેને પોતાના માટે મોટી સિદ્ધિ ગણાવી. તે ત્યાં પણ છે, ભગવાનની કૃપાથી છે.

માત્ર કેળું ખાઈને મેદાન પર ઉતર્યો

ડ્રીમ ડેબ્યૂ બાદ અશ્વની કુમારે જણાવ્યુ કે ‘મે આજે લંચ કર્યું નહોતું. માત્ર કેળું ખાધુ હતું. પ્રેશર જ એટલું હતું કે ભૂખ લાગી નહીં. અશ્વનીના પિતા ખેડૂત છે. જેમની પાસે દોઢ એકર જમીન છે. મેચ જોતી વખતે તે ખૂબ ભાવુક હતા.’

43 બોલ પહેલા જીત્યું મુંબઈ

મુંબઈએ આ સીઝનમાં પહેલી વખત વાનખેડે સ્ટેડિયમ પર રમતી વખતે કોલકાતા નાઈટરાઈડર્સને 16.2 ઓવરમાં 116 રન પર આઉટ કરી દીધી જે આ સત્રમાં તેનો લઘુતમ સ્કોર છે. જવાબમાં આ સીઝનમાં મુંબઈથી જોડાયેલા દક્ષિણ આફ્રિકાના રિકેલટને 41 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 62 રન બનાવીને મેજબાન ટીમને 12.5 ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને 121 રન સુધી પહોંચાડી દીધા.

TAGGED:
Share This Article