Swaminaran Controversy: જામનગરમાં મૌન રેલી, સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દૂર કરવાની માંગ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Swaminaran Controversy: સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશજી અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે લખાયેલા-વિવાદિત લખાણો સામે વિરોધ વ્યક્ત કરવા આજે તા.2 ના બુધવારે (આજે) સાંજે 4 વાગ્યે જામનગરમાં હિન્દુ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે મૌન રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકના લખાણો અંગે ગુજરાતભરમાંથી ઠેર-ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ આવેદન આપવા સહિતના કાર્યક્રમો થયા બાદ આજે બુધવારે આવા વિવાદીત લખાણો રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજાયું છે. જેમાં સાંજે 4 વાગ્યે ઓશવાળ સેન્ટર પાસે આવેલા સંતોષી માં ના મંદિરથી સરૂ સેક્શન રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલી યોજવામાં આવી છે.

- Advertisement -

 આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને અધિકારીઓને આવેદન પત્ર પાઠવીને વિવાદીત લખાણો દુર થાય, તે સહિતની માંગણી કરશે. આ કાર્યક્રમમાં ગુગળી બહ્મસમાજ, આહિર સેના-ગુજરાત, મહાદેવ હર મિત્ર મંડળ, શિવસેના, સતવારા સમાજ યુવક મંડળ, શ્રીરામ બજરંગદળ, રાજા મેલડી મિત્ર મંડળ, હિન્દુ મહાસભા, ભગવા સેના, કોળી સમાજ સહિતના હિન્દુ સંગઠનો જોડાશે.

Share This Article