Fighter Plane Crashed In Jamnagar: જામનગરમાં જેગુઆર ફાઈટર પ્લેન દુર્ઘટના, પાઇલટનું દુખદ અવસાન, જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Fighter Plane Crashed In Jamnagar: જામનગર નજીક સુવરડા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જામનગર એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન એકાએક ક્રેશ થયું હતું, જે દુર્ઘટનામાં ફલાઈફમાં સવાર બે પાયલોટ હતા, પૈકીના ગ્રુપ કેપ્ટન મનીષકુમારસિંહ મદનસિંહ કે જેઓને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા થઈ છે, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેઓને ઈજા થઈ હોવાથી તેઓની સર્જરી સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, અને હાલ તબીબોની દેખરેખ હેઠળ સારવારમાં છે,

ઉપરાંત તેઓની સાથે જ ફ્લાઈટમાં બેઠેલા ફલાઈટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ કે જેઓ પ્લેન ટેક ઓફ થયા બાદ ટ્રેનીગ મિશન માટે ઉપડયા હતા. ત્યારબાદ તરત જ ફાઈટર પ્લેનમાં ખામી સર્જવાના કારણે પ્લેન ક્રશ થયું હતું, જેમાં પોતે ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું આખરે તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.

- Advertisement -

પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા તેઓના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, ત્યારબાદ મૃતદેહને એરફોર્સ તરફ લઈ જવામાં આવ્યો હતો. આવેળાએ એરફોર્સના અનેક અધિકારીઓ સહિતના કાફલો હાજર રહ્યો હતો, અને ભારે ગમગીની ફેલાઈ હતી. સમગ્ર બનાવ મામલે એરફોર્સના સ્કોર્ડન લીડર સરમીન્દરસિંઘ બલવીરસિંઘ દ્વારા જામનગરના પંચકોષી એ. ડિવિઝન પોલીસમથકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

એરફોર્સ વીભાગ દ્વારા જે સ્થળે પ્લેન ક્રેશ થઈને પડ્યું છે, તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, અને ફાઈટર પ્લેનનું બ્લેક બોક્સ તથા અન્ય સ્પેરપાર્ટસ વગેરે એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એરફોર્સ વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટુકડી દ્વારા સમગ્ર પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ઉચ્ચસ્તરિય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Share This Article