Mallikarjun Kharge: શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થાય તો રાજીનામું આપી દઇશ– ખડગેનો અનુરાગ ઠાકુર પર સીધો પ્રહાર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Mallikarjun Kharge: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે રાજ્યસભામાં ખૂબ નારાજ નજર આવ્યા. તેઓ ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના એક નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. ઠાકુરે લોકસભામાં વકફ બિલ પર ચર્ચા દરમિયાન કર્ણાટકમાં થયેલા એક કૌભાંડમાં ખડગેનું નામ લીધું હતું. તેમણે કહ્યું કે જો આ આરોપ સાબિત થઈ ગયો તો તે રાજીનામું આપવા માટે તૈયાર છે. ઠાકુરે આ નિવેદન માટે માફી માગવી જોઈએ.

ખડગેએ કહ્યું કે ‘હું તૂટી જઈશ પણ ઝૂકીશ નહીં.’ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો ખડગેએ બોલવા માટે સમય માગ્યો. તેમની સમગ્ર વાત સાંભળવામાં આવીય ખડગેએ કહ્યું કે ‘અનુરાગ ઠાકુરના આરોપોએ મારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.’

- Advertisement -
Share This Article