Trump Tariff Protest in US: ‘હેન્ડ્સ ઑફ પ્રોટેસ્ટ’, 50 રાજ્યોમાં 1400+ રેલી, ટ્રમ્પને પડકારનાર કોણ?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Trump Tariff Protest in US: અમેરિકામાં ત્રણ મહિના પહેલાં લોકોએ ખૂબ જ ધામધૂમથી ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા. જોકે હવે એ જ જનતા ટ્રમ્પના નિર્ણયોથી નારાજ જોવા મળી રહી છે. તેઓ હવે ગુસ્સે છે અને ટ્રમ્પ વિરુદ્ધ રસ્તાઓ પર એકઠા થઈ રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ટેરિફ છે, જેના કારણે અમેરિકાનું શેરબજાર તૂટ્યું છે. રોકાણકારો નાણાં ગુમાવી રહ્યા છે. વિદેશી સામાન મોંઘો થશે. આ ગુસ્સામાં અમેરિકન લોકો ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.

અમેરિકાના 50 રાજ્યોમાં વિરોધ

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકન લોકો નારાજ છે. અમેરિકાના 50 રાજ્યોમાં 150થી વધુ જૂથો ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ ટેરિફ, છટણી, અર્થવ્યવસ્થા અને માનવ અધિકાર જેવા મુદ્દાઓને લઈને કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારા સંગઠનોમાં નાગરિક અધિકાર સંગઠન, મજૂર સંગઠનો, LGBTQ અને મહિલા અધિકાર સંગઠનોનો સમાવેશ થાય છે. ટ્રમ્પના નિર્ણયોથી નારાજ લાખો લોકો કેલિફોર્નિયાના રસ્તા પર ઉતરી આવ્યા છે અને ટ્રમ્પ પર દેશને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

Share This Article