President Murmu Visits Portugal: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે દિલ્હી પરત આવી ગયા છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને એક સાથે દેશ બહાર ન હોઈ શકે તે દુનિયાના તમામ દેશોમાં એક વણલખ્યો સિદ્ધાંત છે. વડાપ્રધાન પરત આવ્યા પછી, રાષ્ટ્રપતિને પોતાની વિદેશ યાત્રાનો ટૂંક સાર જણાવી દીધો હતો. તે રાત્રે જ સુ શ્રી દ્રૌપદી મુર્મુ પોર્તુગલ અને સ્લોવાક રીપબ્લિકની મુલાકાતે, ઇકોનોમિસ્ટ અને ડીફેન્સ એક્સ્પર્ટસ તથા વિદેશ મંત્રાલયના ટોચના અધિકારીઓની ટીમ સાથે લિસ્બન પહોંચ્યા હતાં. વિમાન મથકે તેઓનું ભારતના રાજદૂત પુનિત આર. કુંદલ અને પોર્તુગલના ભારત ખાતેના રાજદૂત જોયાઓ રીવેરોએ સ્વાગત કર્યું હતું.
ટ્રમ્પના ટેરિફને લીધે વિશ્વ બજારોમાં ટેરર ફેલાઈ રહ્યો હોવાથી તે સમયે સુ શ્રી મુર્મુની આ મુલાકાત મહત્વની બની રહી છે. જે બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજદ્વારી સંબંધોની ૫૦મી જયંતિએ યોજાઈ રહી છે. સોમવારે સવારે લિસ્બન પહોંચેલા સુશ્રી મુર્મુનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું. તેઓ પોર્તુગલના પ્રમુખ માર્સેલો રેબેલો દ’ સૌસા, વડાપ્રધન બુઈ મોન્ટેનિગ્રો અને સંસદના અધ્યક્ષ ડો. જોસ પેટ્રો એગ્યુમાર બ્રેન્કો સાથે મંત્રણા કરશે.
તે પછી લિસ્બનના મેયર કાર્લોસ મેન્યુઅલ ફેલિકસ મોલેડાસ એક કાર્યક્રમ યોજયો હતો. રાત્રે પ્રમુખે ડીનર યોજયું હતું. અહીં તેઓની સાથે રહેલાઓએ સંરક્ષણ, વિદેશ મુદ્રા, વાહનવ્યવહાર વગેરે અંગે મંત્રણા કરી તેઓ પોર્તુગલમાં રહેલા ભારતવંશીઓ સાથે વાર્તાલાપ યોજશે. તેઓ મહાત્માજીની પ્રતિમાને પણ ફૂલહાર અર્પશે.
અહીંથી તેઓ સ્લોવાક રીપબ્લિકની મુલાકાતે જશે. તેઓ સ્લોવાક પ્રમુખ પીટર પેલેગીરીની અને વડાપ્રધાન રોબર્ટ ફીકો સાથે મંત્રણા કરશે. તેમજ તાતા મોટર્સના જગ્વાર-લેન્ડ રોવર પ્લાન્ટની મુલાકાતે જશે.