India Mega Deal For Rafale M Jets: નેવી માટે 63,000 કરોડની ડીલ મંજૂર, ફ્રાન્સથી ખરીદાશે 26 રાફેલ મરીન ફાઈટર જેટ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

India Mega Deal For Rafale M Jets: ભારત સરકારે ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત બનાવતાં ફ્રાન્સ પાસેથી 26 નવા રાફેલ M (મરીન) ફાઈટર જેટ્સ ખરીદવાની ડીલ પૂર્ણ કરવા સહમતિ આપી છે. કેન્દ્ર અને ફ્રાન્સ સરકાર રૂ. 63000 કરોડમાં આ સોદાને અંતિમ રૂપ આપવાના છે. આ ડીલથી ભારતીય નેવીને 22 સિંગલ સીટર અને ચાર ટ્વિન સીટર એરક્રાફ્ટ મળશે.

મીડિયા સૂત્રો અનુસાર, ભારત અને ફ્રાન્સ વચ્ચે આ મહિનાના અંત સુધીમાં ડીલ પ્રક્રિયા પૂર્ણ થશે. ફ્રાન્સના રક્ષા મંત્રી સબાસ્ટિયન લેકોર્નૂ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે છે. તે સમયે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે. જેમાં ફ્રાન્સ ભારતને 26 રાફેલ લડાકૂ વિમાન સોંપશે. આ વિમાનને સ્વદેશી રૂપે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના ડેકમાં સામેલ કરાશે. જેની ડિલિવરી કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થયાના 27થી 65 મહિનામાં થવાનો અંદાજ છે.

- Advertisement -

આ રાફેલ-એમ ફાઈટર જેટ ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરશે. ઈન્ડિયન ઓશન રિઝન પર ચીનની વધી રહેલી હિલચાલ વચ્ચે આ ડીલ અત્યંત મહત્ત્વની છે.

Share This Article