Gold Loan Stocks: RBIના નિવેદનથી ગોલ્ડ લોન કંપનીઓને મોટો ઝટકો, શેરમાં 10% સુધીનો ઘટાડો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Loan Stocks: આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા ગોલ્ડ લોન પર વ્યાપક અને આકરી ગાઈડલાઈન્સ જારી કરવાની જાહેરાત સાથે ગોલ્ડ લોન કંપનીઓના શેર આજે કડડભૂસ થયા હતા. મુથૂટ ફાઈનાન્સ અને આઈઆઈએફએલ ફાઈનાન્સના શેર 10 ટકા સુધી તૂટ્યા હતા. મળપ્પુરમ ફાઈનાન્સ અને ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટના શેર્સ પણ 3 ટકાથી 5 ટકા સુધી તટ્યા હતા.

આરબીઆઈએ શું કરી જાહેરાત

- Advertisement -

આરબીઆઈ ગવર્નરે ગઈકાલે જણાવ્યું હતું કે, કો-લેન્ડિંગનો વિસ્તાર વધારવામાં આવશે તેમજ તમામ રેગ્યુલેટેડ સંસ્થાઓને તેમાં આવરી લેવામાં આવશે. સાથે ગોલ્ડ લોન અને નોન-ફંડ આધારિત કંપનીઓ માટે ઝડપથી એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જારી કરવામાં આવશે. સોનાના બદલામાં આપવામાં આવતી લોનનો ઉપયોગ માત્ર વપરાશ માટે નહીં, પરંતુ કમાણીના સાધન તરીકે થઈ રહ્યો છે. એવામાં વિભિન્ન પ્રકારની સંસ્થાઓ માટે એક સમાન  માપદંડ નિશ્ચિત કરવાની જરૂર છે. જેથી તેમની જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે નિયમો લાગુ કરી શકાય.

Share This Article