Merchant Transaction Limit: UPI યૂઝર્સ માટે મોટા ફેરફારની તૈયારી, મર્ચેન્ટ પેમેન્ટની લિમિટ વધારાશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Merchant Transaction Limit: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક સાતમી એપ્રિલના રોજ શરૂ થઈ હતી. જેનો નિર્ણય આજે નવમી એપ્રિલના રોજ મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક બે દિવસ ચાલી હતી. મોનેટરી કમિટીની બેઠક દરમિયાન રેપો રેટ અને અન્ય નાણાકીય સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા છે. રેપો રેટ ઉપરાંત RBI પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ વધારવાનું પણ વિચારી રહી છે. જ્યારે કોઈ વ્યક્તિ UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન કરે છે. તો તેને પર્સન-ટુ-મર્ચન્ટ કહેવામાં આવે છે.

હાલમાં પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેને RBI બે લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનું વિચારી રહી છે. જો કે, આ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા, એક બેંકથી બીજી બેંકમાં પૈસાની લેવડદેવડ માત્ર થોડી મિનિટોમાં થઈ જાય છે. UPIના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને RBI આ નિર્ણય લઈ રહી છે.

- Advertisement -
Share This Article