Supreme Court: સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે વક્ફ કાયદાની માન્યતા પર સંકલિત સુનાવણી કરશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Supreme Court: ભારતના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ 16 એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી

- Advertisement -

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ‘કેવિયેટ’ દાખલ કરીને આ મામલે કોઈપણ આદેશ આપતા પહેલા સુનાવણીની વિનંતી કરી હતી. સુનાવણી વિના કોઈ પણ આદેશ પસાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પક્ષકાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તેમને સાંભળ્યા વિના કોઈ પણ આદેશ પસાર ન કરવો જોઈએ.

16 એપ્રિલે સુનાવણી અરજીઓ પર થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરનારાઓમાં વિવિધ રાજકીય પક્ષો, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) અને જમિયત ઉલેમા-એ-હિંદના નેતાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ મામલે કોર્ટમાં 10 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે જેની 16 એપ્રિલે સુનાવણી થશે.

8 એપ્રિલે વક્ફ કાયદો અમલમાં આવ્યો

વક્ફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 5 એપ્રિલે તેને મંજૂરી આપી હતી. આ કાયદો 8 એપ્રિલથી દેશભરમાં અમલમાં આવ્યો છે. આ બિલ લાગુ થયા પછી, ભાજપનો પ્રયાસ મુસ્લિમ સમુદાયમાં તેના ફાયદાઓને યોગ્ય રીતે રજૂ કરવાનો છે, જેથી લોકોમાં આ બિલ વિશેની ગેરસમજો દૂર થઈ શકે.

Share This Article