Preity Zinta on Priyansh Arya Century: પ્રિયાંશ આર્યની બેટિંગથી પ્રિટી ઝિન્ટા પ્રભાવિત, શેર કરી સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Preity Zinta on Priyansh Arya Century: દિલ્હીનો 24 વર્ષીય બેટર પ્રિયાંશ આર્ય IPL 2025 માં પોતાની ગેમના કારણે ચર્ચામાં છે. પ્રિયાંશે IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધમાકેદાર બેટિંગ કરીને પંજાબ કિંગ્સ માટે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રિયાંશે માત્ર 42 બોલમાં 103 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રિટી ઝિન્ટા પણ તેની શાનદાર ઇનિંગથી ખૂબ ખુશ હતી. પ્રિયાંશે પોતાની સેન્ચુરી પૂરી કરતા જ પ્રિટી ખુશીથી કૂદી પડી હતી. પ્રિટીએ યુવા બેટરની પ્રશંસા કરી હતી અને એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી.

42 બોલમાં 103 રનની શાનદાર ઇનિંગ

- Advertisement -

પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં, પ્રિયાંશ આર્યએ 39 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. જે IPLના ઇતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી છે. પ્રિટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રિયાંશ સાથેની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, ‘ગઈ રાત ખૂબ જ ખાસ હતી. અમે ક્રિકેટની ધમાકેદાર રમત, એક લેજન્ડની ગર્જના અને એક ચમકતા તારાનો જન્મ જોયો. હું થોડા દિવસો પહેલા 24 વર્ષીય પ્રિયાંશ આર્યને અમારા કેટલાક અન્ય યુવા ખેલાડીઓ સાથે મળી હતી. તે શાંત, શરમાળ અને નમ્ર હતો અને એ આખી સાંજે એક પણ શબ્દ બોલ્યો નહીં.’

ક્રિકેટરની પ્રશંસા કરતા પ્રિટી ઝિન્ટાએ કહ્યું, ‘ગઈકાલે રાત્રે હું તેને PBKS વિરુદ્ધ CSK મેચ દરમિયાન ફરીથી મળી. આ વખતે તેની આક્રમક બેટિંગ સ્ટાઈલએ માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર ભારતને આશ્ચર્યચકિત કરી દીધું. તેણે 42 બોલમાં 103 રન બનાવીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું.’

ગર્વ છે, હસતા રહો અને ચમકતા રહો: પ્રિટી

પ્રિટીએ યુવા ક્રિકેટર માટે આગળ લખ્યું કે, ‘અમને તારા પર ગર્વ છે, હસતા રહો અને ચમકતા રહો. તમે ફક્ત મારું જ નહીં પણ ક્રિકેટ જોવા આવેલા બધા લોકોનું મનોરંજન કર્યું. આ માટે આભાર. મેદાન પર અને મેદાનની બહાર ઘણી યાદગાર ક્ષણો બનાવો.

IPL 2025 માટે પંજાબ કિંગ્સ (PBKS) માં જોડાતા પહેલા, આર્યએ ભોપાલના રેલ્વે સ્ટેશનથી 20 કિમી દૂર લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં સંજય ભારદ્વાજ હેઠળ તાલીમ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

Share This Article