Amar Kaushik Publicly Apologises: બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે. તાજેતરમાં સ્ત્રી-2 ફિલ્મ નિર્માતા અમર કૌશિકે તેના હસમુખા સ્વભાવને કારણે શ્રદ્ધાને ચુડેલ કહેતા એક્ટ્રેસના ચાહકો ગુસ્સે થઈ ગયા હતા. એક કાર્યક્રમમાં અમર અને શ્રદ્ધાએ આ વિશે મજાક કરી હતી. અમરે કહ્યું કે, ‘મને શ્રદ્ધાના ચાહકોથી ડર લાગી રહ્યો છે અને માફી પણ માગુ છું.’
મને શ્રદ્ધાના ચાહકોથી ખૂબ ડર લાગે છે
શ્રદ્ધા અને અમર કૌશિકે એક ઈવેન્ટમાં સાથે પોઝ આપ્યો હતો. પેપ્સ માટે પોઝ આપતી વખતે શ્રદ્ધાએ કહ્યું, આજકાલ તે ખૂબ મજાક કરી રહ્યા છે. આ સાંભળીને અમરે કાન પકડી રાખ્યા જાણે માફી માગતા હોય. ત્યારબાદ શ્રદ્ધાએ કહ્યું કે, ચાલો તેમને થોડા ડરાવીએ. જ્યારે શ્રદ્ધા હસવા લાગી ત્યારે અમરે ડરવાની એક્ટિંગ કરી અને કહ્યું, મને ડર લાગી રહ્યો છે. મને ડર લાગી રહ્યો છે તમારા ચાહકોથી સૌથી વધુ ડર લાગે છે.
એક પોડકાસ્ટમાં અમરે સ્ત્રીમાં શ્રદ્ધાના કાસ્ટિંગ વિશે વાત કરી હતી
તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં અમરે સ્ત્રીમાં શ્રદ્ધાના કાસ્ટિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, શ્રદ્ધાના કાસ્ટિંગનો સંપૂર્ણ શ્રેય દિનેશ વિજનને જાય છે. તેમણે મને કહ્યું કે, ‘અમર જ્યારે શ્રદ્ધા હસે છે.. માફ કરશો જ્યારે તે હસે છે ત્યારે તે એકદમ સ્ત્રી જેવું એટલે કે ચુડૈલ જેવું હસે છે, મને યાદ નથી કે તેમણે શું કહ્યું.’
હવે ફિલ્મ નિર્માતાના આ નિવેદન પર શ્રદ્ધાના ચાહકો ખૂબ ગુસ્સે થયા અને સોશિયલ મીડિયા પર અમરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. લોકોએ કહ્યું કે, શ્રદ્ધાએ સ્ત્રી-2ને હિટ બનાવી છે. જ્યારે તમને પ્રચારની જરૂર હતી ત્યારે તમે શ્રદ્ધાના વખાણ કરતા હતા અને હવે તેની પીઠ પાછળ મજાક ઉડાવો છો.