Jaat film: સની દેઓલની ફિલ્મ ‘જાટ’ ની રિલીઝમાં બસ હવે થોડાક જ કલાકોની વાર છે. આ ફિલ્મ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે પૂરી રીતે તૈયાર છે. ત્યાં જ ફિલ્મની રિલીઝ પહેલા સની દેઓલ અને જાટના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. ‘જાટ’ને ‘સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન’ પાસેથી U/A સર્ટિફિકેટ તો મળ્યું હતું, પણ આ ફિલ્મ સાથે સેંસર બોર્ડે ઘણી ફેરફાર કરી છે. સેંસર બોર્ડએ મેકર્સને ફિલ્મમાં 23 જગ્યાએ બદલાવ કરવા કહ્યું છે.
‘જાટ’ ફિલ્મમા સેંસર બોર્ડએ કરી ફેરફાર
ત્યાં જ બીજી તરફ સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશને ફિલ્મ ‘જાટ’ના ઘણા પાર્ટ્સ કટ કરવા અને ઘણા શબ્દો બદલવાની સલાહ આપી છે. સની દેઓલ સ્ટારર ફિલ્મમાં ઘણા સીન્સ છે, ખાસ કરીને મહિલા વાળા સીન જેવી રીતે મહિલા ઇન્સ્પેકટરનું અપમાન કરવાવાળો સીન,તેને પણ 40 ટકા કાપવામાં આવ્યો છે. તેની સાથે જ માથું,અંગુઠો અને શરીરના અન્ય અંગ કાપવાવાળા સીન્સ પર કાપ મુકાયો છે.
અશ્લીલ વાતો અને હાવ ભાવમાં પણ કરવામાં આવ્યા ઘણા બદલાવ
ફક્ત આટલું જ નહી સેંસર બોર્ડએ ‘જાટ’ ફિલ્મમાં ભીડના પગ નીચે ભારતીય મુદ્રાવાળા સીનને ઝૂમ કરીને સીજીથી ઢાકી દીધું છે.સાથે જ ઘણી અશ્લીલ વાતો અને હાવભાવને પણ કોમ્પ્યુટર ગ્રાફિક્સથી એડિટ કરવામાં આવ્યું છે. ‘જાટ’ના ટ્રેલરને દર્શકોએ ખુબ પસંદ કર્યુ હતું. આ ફિલ્મથી સની દેઓલ એકવાર ફરીથી તેમના ઢાઈ કિલોઅ હાથનો દમ દેખાડવા આવી રહ્યા છે.