CBI Reveals Corruption In Army: ભારતીય સૈન્યના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, CBIએ પકડ્યા કમિશનખોરો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

CBI Reveals Corruption In Army: ચંદીગઢની CBIએ રાજસ્થાનમાં સેનાના બિકાનેર કેન્ટમાં  ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો કર્યો છે. સેનાની બિકાનેર કેન્ટ યુનિટ-365માં સુરક્ષા ઉપકરણો તથા અન્ય સામાનના સપ્લાય માટે જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, તેની પાસેથી સાડા ત્રણ ટકા કમિશન પેટે લાંચ લેવામાં આવી હતી. જેમાં બે ટકા કમિશન સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જયપુરના ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ એડવાઈઝર ઉમાશંકર કુશવાહા અને દોઢ ટકા કમિશન પ્રિન્સિપલ કંટ્રોલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સના અધિકારીઓમાં વહેંચાયું હતું. સૈન્યમાં સામેલ કુલ છ વિરૂદ્ધ તપાસ હાથ ધરાઈ હતી.

બે વર્ષ સુધી કરી તપાસ

- Advertisement -

સીબીઆઈએ આશરે બે વર્ષ સુધી આ મામલે સનાના અધિકારીઓ, જવાનો અને ચંદીગઢની એક કંપનીના માલિક વિરૂદ્ધ સીબીઆઈ કોર્ટ, ચંદીગઢમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં સીબીઆઈએ તમામ અધિકારીઓ, જવાનોની લાંચમાં ભૂમિકા અને કોલ રેકોર્ડિંગ્સ રજૂ કર્યા હતાં.

Share This Article