Is your Mobile Hacked: મોબાઇલ હેક થયો છે કે કેમ જાણવું છે? સ્ક્રીન લાઇટ આપશે મહત્વપૂર્ણ સંકેત

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Is your Mobile Hacked: ડિજિટલ દુનિયામાં આજે દરેક વસ્તુ એક મોબાઇલ ફોન દ્વારા થાય છે. એક સમય હતો, જ્યારે કોઈ પણ કામ માટે લેપટોપ અથવા કમ્પ્યુટરની જરૂર પડતી હતી. જોકે, એ સમય હવે જતો રહ્યો છે. આજે આંગળીના ટેરવે દુનિયા ચાલે છે અને તે પણ મોબાઇલ વડે. આથી, કોઈ પણ વ્યક્તિના જીવનની દરેક વસ્તુ આજે મોબાઇલમાં મળે છે. બેન્ક ડિટેઇલ્સથી માંડીને પર્સનલ ડેટા, જેમ કે ફોટા, વીડિયો, તેમજ લીગલ ડોક્યુમેન્ટ્સ જેવી દરેક વસ્તુ હમણાં મોબાઇલમાં મળે છે. આથી, હેકર્સ મોટાભાગે યૂઝર્સના મોબાઇલને ટાર્ગેટ કરતા હોય છે અને છેતરતા હોય છે. મોબાઇલને સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી છે. ચાલો જોઈએ કે મોબાઇલને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય.

માઇક અથવા લોકેશન ચેક કરવું

એન્ડ્રોઇડ અને આઇફોન બન્નેમાં માઇક્રોફોન અને લોકેશનના ઉપયોગ માટે નોટિફિકેશન લાઇટ આપવામાં આવી છે. આ લાઇટ સ્ક્રીનના ઉપરના ભાગે જોવા મળે છે. જ્યારે આ લાઇટ કોઈ કારણ વિના ચાલુ હોય, ત્યારે સમજો કે માઇક અથવા લોકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. જો મોબાઇલનો ઉપયોગ ન કરાયો હોય અને તેમ છતાં આ લાઇટ ચાલુ દેખાય, તો સમજી લો કે ફોન હેક થયો છે અને હેકર્સ તમામ વાતચીત સાંભળી રહ્યા છે.

વારંવાર પરવાનગી માગવી

કોઈ પણ એપ્લિકેશન વારંવાર પરવાનગી માગે ત્યારે પણ સમજો કે એમાં કોઈ સમસ્યા છે. જો યુઝરે એક વાર પરવાનગી માટે ના પાડી હોય, તો પણ એપ્લિકેશન ફરીથી માઇક અને લોકેશન જેવી પરવાનગીઓ માગતી રહે, તો તે હેકિંગ માટે હોઈ શકે છે. કેટલીક એપ્લિકેશન એવી હોય છે, જેમાં માઇક અને લોકેશનની પરવાનગીની જરૂર ન હોય, છતાં પણ માગવામાં આવે, તો ચેતવું જોઈએ.

માઇક અને લોકેશનના કારણે બેટરીનો વધુ ઉપયોગ

માઇક અને લોકેશનના સતત ઉપયોગથી બેટરી પર વધુ ભાર પડે છે. આથી, યુઝરના મોબાઇલની બેટરી ઝડપથી ખૂટે છે. લાઇટ સાથે, બેટરી ચેક કરવા જઈને પણ માહિતી મેળવી શકાય છે. બેટરી કઈ એપ્લિકેશન વધુ ઉપયોગ કરી રહી છે તે ચેક કરો. જો કોઈ એપ્લિકેશન શંકાસ્પદ લાગે, તો તેને ડિલીટ કરવી.

મોબાઇલને કેવી રીતે સુરક્ષિત રાખશો?

  • માઇક્રોફોન અને લોકેશન સેટિંગ્સ ચેક કરો અને જરૂરિયાત મુજબ માત્ર ઉપયોગ કરેલી એપ્લિકેશનને જ પરવાનગી આપો.
  • જે એપ્લિકેશન કદાચ ઉપયોગમાં નથી એના વિશે શંકા હોય, તો તેને ડિલીટ કરો.
  • હંમેશા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ કરો, જે લોકેશન અને ડેટાને સુરક્ષિત રાખે છે.
  • માત્ર જરૂરી હોય ત્યારે જ લોકેશન સર્વિસ ચાલુ કરો.
  • માબાઇલમાં સિક્યોરિટી સોફ્ટવેર નો ઉપયોગ કરીને વાયરસ અને સ્પાયવેરથી સુરક્ષા મેળવો.
Share This Article