People Could Live in Underwater Home: 2027થી અંડરવોટર જીવન શક્ય, હવે પાણી નીચે વસવાટની તૈયારી

Arati Parmar
By Arati Parmar 4 Min Read

People Could Live in Underwater Home: મનુષ્યની વસ્તીમાં હાલમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ થોડા વર્ષોમાં આ વસ્તીમાં ખૂબ જ ઘટાડો થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં વસ્તી વધી રહી છે અને શહેરો વધુને વધુ ગીચ થઈ રહ્યાં છે. મકાનો બનાવવા માટે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જગ્યા નથી એથી જંગલો અને પર્વતોને હટાવવામાં આવી રહ્યાં છે. જોકે હવે એ કરવાની જરૂર નહીં પડે કારણ કે યુનાઇટેડ કિંગડમની કંપની Deep હાલમાં એવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેની મદદથી મનુષ્ય 2027 સુધીમાં હંમેશાં માટે પાણીની અંદર રહી શકશે. ઇલોન મસ્ક જે રીતે સ્પેસમાં લોકોને રહેતાં કરવા માગે છે એ જ રીતે આ કંપની લોકોને પાણીમાં રહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

Share This Article