Saif Ali Khan Attack Case: હુમલાની રાતે સૈફ ડટીને ઊભો રહ્યો, કરીનાએ પોલીસને સમગ્ર ઘટના વિગતે કહી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Saif Ali Khan Attack Case: 16 જાન્યુઆરીની સવારે સમાચાર આવ્યા કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના બાંદ્રા સ્થિત ઘરમાં કોઈએ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આ મામલાની  તાત્કાલિક કાર્યવાહી કરીને કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. થોડા દિવસો પછી, લૂંટના આરોપમાં આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામની થાણેથી ધરપકડ કરવામાં આવી. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1613 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.

જેહની આયા ચીસો પાડતી રૂમમાંથી બહાર આવી

- Advertisement -

આ ચાર્જશીટમાં પોલીસે ઘણા ખુલાસા કર્યા છે અને તેમાં સૈફ અલી ખાનની પત્ની, એક્ટ્રેસ કરીના કપૂરનું નિવેદન પણ સામેલ છે, જેમાં અભિનેત્રીએ તે રાતની આખી ઘટના કહી છે. કરીનાએ જણાવ્યું કે, ‘જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે હું મારી ફ્રેન્ડ રિયા કપૂરને મળીને 1:20 વાગ્યે ઘરે પાછી આવી હતી. લગભગ 2 વાગ્યે, જેહની આયા ચીસો પાડતી રૂમમાંથી બહાર આવી. તેણીએ કહ્યું કે એક માણસ છરી લઈને રૂમમાં ઘૂસ્યો હતો. તે પૈસાની માંગણી કરી રહ્યો છે. આ સાંભળીને, હું અને સૈફ તરત જ જેહના રૂમમાં દોડી ગયા, અમે ત્યાં આરોપીને જોયો.’

Share This Article