Akshay Kumar: અક્ષય કુમારનો જયા બચ્ચનને પ્રતિઉત્તર, આ ફિલ્મોની ટીકા કરવી માત્ર કોઈ બેવકૂફનું કામ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Akshay Kumar: બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં આ ફિલ્મ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં અક્ષય કુમારે ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં અક્ષયે તેની ફિલ્મ ‘ટોઈલેટ: એક પ્રેમ કથા’ પર પ્રતિક્રિયા આપી. વાસ્તવમાં જયા બચ્ચને ટોઈલેટ એક પ્રેમ કથાની ટીકા કરી હતી કે મને ફિલ્મનું નામ ગમ્યું નહીં.

કોઈ બેવકૂફ જ હશે જેણે આ ફિલ્મોની ટીકા કરી હોય: અક્ષય 

- Advertisement -

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી એક ક્લિપમાં, અક્ષય કુમાર કહેતા જોવા મળે છે કે, ‘મને નથી લાગતું કે કોઈએ ટીકા કરી હશે. ટોઈલેટ: એક પ્રેમ કથા, પેડમેન, કેસરી અને એરલિફ્ટ જેવી ફિલ્મોની ટીકા કોઈ બેવકૂફ જ કરી શકે છે. મેં આ ફિલ્મ ખૂબ જ દિલથી બનાવી છે. આ એક એવી ફિલ્મ છે જે લોકોને ઘણું શીખવે છે અને ઘણું બધું કહે છે.’

પછી જયારે અક્ષયને કહેવામાં આવ્યું કે, ‘જયા બચ્ચને ફિલ્મ વિશે કંઈક કહ્યું છે.’ ત્યારે અક્ષયે કહ્યું કે, ‘તેમણે જે કંઈ કહ્યું છે તે સાચું જ હોવું જોઈએ. જો તેઓ આ કહી રહ્યા છે તો તે સાચા જ હશે. મને નથી લાગતું કે મેં ફિલ્મ બનાવીને કોઈ ભૂલ કરી છે.’

જાણો શું કહ્યું હતું જયા બચ્ચને

જયા બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ફિલ્મનું નામ જુઓ, ટોઈલેટ: એક પ્રેમ કથા. હું આવી ફિલ્મ ક્યારેય નહીં જોઉં. શું આ પણ કોઈ નામ છે, શું આ કોઈ ટાઈટલ છે, કૃપા કરીને મને કહો કે તમારામાંથી કેટલા લોકો આવા ટાઈટલવાળી ફિલ્મ જોશે. આ ફિલ્મ ફ્લોપ છે.’ આ વાતથી અક્ષય કુમાર અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સ્પષ્ટપણે નારાજ થયા હોત, પરંતુ તે સમયે અક્ષય કુમારે આનો કોઈ જવાબ આપ્યો ન હતો.

TAGGED:
Share This Article