EPFO Update: EPFO ખાતાધારકો માટે મોટી રાહત, જાણો સરળતાથી UAN નંબર જનરેટ અને એક્ટિવ કરવાની આ નવીન પ્રોસેસ

Arati Parmar
By Arati Parmar 4 Min Read

EPFO Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. EPFOએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જનરેટ અને એક્ટિવ કરવા માટે ફેસ ઑથેન્ટિકેશન ટૅક્નોલૉજીની સુવિધા શરુ કરી દીધી છે. હવે કર્મચારીઓ ઉમંગ એપનો ઉપયોગ કરીને આધાર ફેસ ઑથેન્ટિકેશન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને તમે ખુદ પોતાનો UAN નંબર જનરેટ કરી શકો છો.

એટલું જ નહીં જે સભ્યો પાસે પહેલાથી જ UAN નંબર છે પણ હજુ સુધી તેને એક્ટિવ નથી કર્યો તેઓ હવે ઉમંગ એપ દ્વારા સરળતાથી પોતાનો UAN એક્ટિવ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2024-25માં, 1,26,56,127 UAN જનરેટ થયા હતા, પરંતુ 44,68,236 એટલે કે લગભગ 35% જ એક્ટિવ થઈ શક્યા છે.

- Advertisement -

અગાઉ આ સમસ્યાઓ આવતી હતી

– અત્યાર સુધી UAN નંબર જનરેટ કરવા માટે એમ્પલોયર કર્મચારીનો ડેટા EPFO​​ને મોકલતા હતા અને ડેટાને આધારે વેરિફાઈ કરવામાં આવતો હતો. જોકે, આધાર વિગતો માન્ય હોવા છતાં, પિતાનું નામ, મોબાઇલ નંબર અથવા જન્મ તારીખ જેવી બાબતોમાં ભૂલો આવતી હતી, જેના કારણે કર્મચારીઓને ક્લેમ અથવા અન્ય લાભો માટે પાછળથી ડેટા અપડેટ કરાવવો પડતો હતો.

– આવી જ રીતે ઘણા કિસ્સાઓમાં EPFO ​​ખોટા મોબાઇલ નંબર અથવા કોઈ માહિતી જ ન આપવાના કારણે કર્મચારીનો સંપર્ક કરવામાં અસમર્થ હતું. આ ઉપરાંત EPFO ​​સભ્ય પોર્ટલ પર આધાર OTP વેરિફિકેશન દ્વારા UANને એક્ટિવ કરવું એક અલગ પ્રક્રિયા હતી, જેને સભ્ય દ્વારા પૂર્ણ કરવાથી મૂંઝવણની સ્થિતિ પણ ઊભી થતી હતી, જો કે EPFO ​​એ હવે તેને ખૂબ જ ઉમંગથી સરળ બનાવી દીધું છે.

EPFO: ઉમંગથી મળશે આ લાભ

– આધાર અને વપરાશકર્તાનું 100 ટકા વેરિફિકેશન ફેસ ઑથેન્ટિકેશન દ્વારા કરવામાં આવશે.

– બધા વપરાશકર્તા ડેટા સીધા આધાર ડેટાબેઝમાંથી પહેલાથી ભરેલા હોય છે.

– વપરાશકર્તાનો મોબાઇલ નંબર આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર સાથે મેચ કરવામાં આવે છે.

– EPFO પોર્ટલ પર UANને એક્ટિવ કરવાનું કામ તેને બનાવવાની પ્રક્રિયા દરમિયાન જ પૂર્ણ થઈ ગયું.

– કર્મચારી પોતે જ UAN જનરેટ કરી શકે છે અને કર્મચારી દ્વારા જ e-UAN કાર્ડ PDF ડાઉનલોડ કરી શકાય છે, જેનાથી નોકરીદાતા પરની તેની નિર્ભરતા સમાપ્ત થાય છે.

– નોકરી સમયે કર્મચારી EPFO ​​માં સામેલ થવા માટે e-UAN કાર્ડ PDF અને UANની નકલ નોકરીદાતાને સબમિટ કરી શકે છે.

– EPFO ​​સેવાઓ જેમ કે પાસબુક જોવી, KYC અપડેટ કરવુ, ક્લેમ સબમિટ કરવા વગેરે સુધી ઍક્સેસ તાત્કાલિક ઉપલબ્ધ થાય છે.

Play Storeમાંથી આવી રીતે કરો ડાઉનલોડ

– પ્લેસ્ટોરમાંથી ઉમંગ એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો

– પ્લેસ્ટોરમાંથી આધારફેસઆરડી ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો

– UMANG APP ઓપન કરો અને ફેસ ઓથના માધ્યમથી UAN સર્વિસ હેઠળ UAN allotment and activation પર જાઓ

– આધાર નંબર અને આધાર સાથે લિંક મોબાઇલ નંબર નોંધો

– સંમતિ માટે ચેકબોક્સ પર ટિક કરો પ્રાપ્ત OTP વેરિફાઈ કરો

– કેમેરા લાઇવ ફોટો ઇમેજ કેપ્ચર કરવામાં સક્ષમ થઈ જશે- જ્યારે ઇમેજની રંગ રૂપરેખા લાલ રંગથી લીલા રંગમાં બદલાઈ જાય છે એનો અર્થ એ કે ઇમેજ કેપ્ચર સફળ છે

– આધાર ડેટાબેસમાં ઇમેજ સાથે મેચ કર્યા બાદ UAN તૈયાર કરવામાં આવશે અને મોબાઇલ પર SMS દ્વારા મોકલવામાં આવશે

– UAN બનાવ્યા બાદ કર્મચારી ઉમંગ એપ અથવા સદસ્ય પોર્ટલથી UAN કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે

શું હોય છે UAN નંબર

– UANએ એક 12 નંબરની સંખ્યા છે જે EPFO ​​ના દરેક સભ્યને આપવામાં આવે છે

– UANએ એક 12 આંકડાનો યુનિક નંબર છે જે કર્મચારી ભવિષ્ય નિધિમાં યોગદાન આપનારા દરેક કર્મચારીને આપવામાં આવે છે

– આ યુનિક નંબર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા જનરેટ કરી આપવામાં આવે છે

– શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારના નિર્દેશો હેઠળ UANને પ્રમાણિત કરે છે

– દરેક કર્મચારી જે ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છે, તેને એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ફાળવવામાં આવે છે.

– તેનો ઉપયોગ કર્મચારી દ્વારા પીએફ એકાઉન્ટ બેલેન્સ અને EPF સાથે સંબંધિત અન્ય વિગતો તપાસવા માટે થાય છ

TAGGED:
Share This Article