Dollar index loses: મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી તૂટી જતાં રૂપિયો ઝડપી ઉછળ્યો હતો. શેરબજાર આંચકા પચાવી નોંધપાત્ર ઉંચકાતાં કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ અસર દેખાઈ હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં ગુરૂવારે બંધ બજારે ડોલરના ભાવ તૂટયા હતા. અને આજે આ ઘટાડો આગળ વધ્યો હતો.
ડોલરના ભાવ પાછલા સત્તાવાર બંધ રૂ.૮૬.૭૦ વાળા આજે સવારે રૂ.૮૬.૨૪ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૬.૨૫ થયા પછી ભાવ ઝડપી ગબડી નીચામાં રૂ.૮૬ની અંદર ઉતરી રૂ.૮૫.૯૫ સુધી ઉતરી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૦૭ રહ્યા હતા. ડોલર આજે ૬૩ પૈસા તૂટતાં રૂપિયામાં ૦.૭૩ ટકાની વૃદ્ધી જોવા મળી હતી. વિશ્વ બજારમાં વ િવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ દબાણ હેઠળ રહ્યાના નિર્દેશો હતા,
ડોલર સામે સ્વીસ કરન્સી ઉછલી ૧૦ વર્ષની ટોચે તથા ડોલર ૧૦ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ હતા. સ્વીસ તથા જાપાનની કરન્સી ઉપરાંત યુરોપીયન કરન્સી તેમ જ સોનામાં સેફ હેવન બાઈંગ વધ્યાની ચર્ચા હતી. ડોલર સામે ચીનની કરન્સી તૂટયા પછી ફરી ઉંચકાઈ હતી. ડોલર સામે જાપાનની કરન્સી સાડા છ મહિનાની ટોચે પહોંચી હતી.
ડોલર સામે યુરોના ભાવ વધી જુલાઈ ૨૦૨૩ પછીની ટોચે પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે વધુ ૧.૬૬ ટકા ગબડી ૧૦૦ની સપાટી ગુમાવી નીચામાં આ ઈન્ડેક્સ ૯૯.૦૧ થઈ ૯૯.૧૯ રહ્યાનાી સમાચાર મળ્યા હતા.
દરનમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૯૯ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૩.૦૬ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૧૨.૭૬ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૪૬ પૈસા ઉછળ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૯૮.૭૬ થઈ રૂ.૯૮.૨૧ છેલ્લે રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૨૯ ટકા ઘટયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
ચીન તથા અમેરિકા વચ્ચે ટ્રેડ વોર વકરતાં વૈશ્વિક સ્તરે ડોલરના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા દરમિયાન ભારતમાં ફોરેક્સ રિઝર્વ ૧૦.૮૦ અબજ ડોલર વધી ૬૭૬.૩૬ અબજ ડોલર થયાના સમાચારની પણ રૂપિય.ા પર પોઝીટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી.