Russia Attack on Indian Pharma Company medicine Godown : યુક્રેનમાં ભારતીય ફાર્મા કંપનીનું ગોડાઉન મિસાઈલ હુમલામાં નષ્ટ, કીવે પૂછ્યું – “આ_friendship_છે?”

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Russia Attack on Indian Pharma Company medicine Godown: રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યા. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના મિસાઈલ હુમલામાં એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન લપેટમાં આવી જતાં નષ્ટ થઈ ગયું હતું. આ દાવો દિલ્હીમાં આવેલા યુક્રેનના દૂતાવાસે કર્યો હતો.

યુક્રેનના દૂતાવાસે શું કહ્યું?

- Advertisement -

યુક્રેનના દૂતાવાસ દ્વારા કરાયેલી ટ્વિટ અનુસાર રશિયાના ભારત સાથે વિશેષ સંબંધ છતાં જાણીજોઇને ભારતીય એકમને નિશાન બનાવાયું. હુમલામાં દવાનું ગોડાઉન નષ્ટ થયું. આ ભારતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન હતું. રશિયા બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી દવાઓનો નાશ કરી રહ્યું છે.

બ્રિટનના રાજદૂતે પણ કરી પુષ્ટી

- Advertisement -

જોકે હજુ સુધી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આ મામલે કોઈ રિએક્શન સામે આવ્યું નથી. બીજી બાજુ યુક્રેનમાં બ્રિટનના રાજદૂત માર્ટિન હેરિસે પણ એક્સ પર પોસ્ટ કરતાં યુક્રેની એમ્બેસીના દાવાની પુષ્ટી કરી હતી કે એક ભારતીય કંપનીના દવાના ગોડાઉનને નિશાન બનાવાયું છે. યુક્રેનના નાગરિકો વિરુદ્ધ રશિયાનો આતંક યથાવત્ છે.

Share This Article