Unarmed PSI Written Exam: ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની આજે રવિવારે (13 એપ્રિલ, 2025) લેખિત પરીક્ષા અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં લેવામાં આવી રહી છે.
બિન હથિયારી PSIનું પ્રથમ પેપર પૂર્ણ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટેની પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર આજે રવિવારે લેવામાં આવી રહ્યા છે. જેમાં સવારે 9:30થી 12:30 સુધીમાં MCQ આધારિત પ્રથમ પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે બીજું થિયરીકલ પેપર 3:00થી 6:00 વાગ્યા સુધી ચાલશે. ગુજરાતભરથી અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારો પરીક્ષાના એક દિવસ અગાઉ પોતાના પરીક્ષાકેન્દ્રની સિટીમાં પહોંચી ગયા હોવાનું સામે આવ્યું હતું.
આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરીમાં હાજર રહ્યા હતા. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI-PSIને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવી છે.