Cancer Treatment Machine Launch In Assam: ભારતમાં લૉન્ચ થયુ કેન્સર સારવાર માટેનું ‘રોબોટિક સર્જરી મશીન’, જાણો તેની ખાસિયત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Cancer Treatment Machine Launch In Assam: દેશમાં કેન્સરના દર્દીઓની જટિલ સારવાર કરવામાં સરળતા રહે તેમજ ડૉક્ટરોને પણ મદદરૂપ સાબિત થઈ શકે, તેવા અત્યાધુનિક સ્વદેશી રોબોટિક સર્જરી મશીન લોન્ચ કરી દેવાયું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma)એ આજે (13 એપ્રિલે) ગુવાહાટીના સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં મેડ-ઈન ઈન્ડિયા રોબોટિક સર્જરી મશીન ‘મેડી જાર્વિસ’ લોન્ચ કર્યું છે. આ રોબોટિક મશીન કેન્સરની સારવાર દરમિયાન ડૉક્ટરોની મદદ કરશે.

‘મેડી જાર્વિસ’ તમામ અત્યાધુનિક સુવિધાથી સજ્જ

- Advertisement -

રોબોટિક મશીન લોન્ચ કર્યા બાદ મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે, ‘મેં ગુવાહાટીના સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં રોબોટિક સર્જરી યૂનિટનું લોકાર્પણ કર્યું છે. આ મશીન તમામ અત્યાધુનિક સુવિધાઓની સજ્જ છે અને તેનાથી કેન્સર દર્દીઓની સારવાર કરવામાં સરળતા રહેશે.’

રોબોટિક સર્જરી મશીનથી ડૉક્ટરોને મદદ મળશે

આ પહેલા મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લોટફોર્મ એક્સ પર શનિવારે કહ્યું હતું કે, ‘અમે આવતીકાલે સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ ખાતે મેડ ઈન ઈન્ડિયા રોબોટિક સર્જરી મશીનનું લોકાર્પણ કરવા માટે તૈયાર છીએ. આ મશીન જટિલ સર્જરીઓ સરળતાથી કરી શકે છે. આ મશીન ડોકટરોને જટિલ સર્જરીઓ સરળતાથી કરવામાં મદદ કરશે.’

Share This Article