IPL 2025 Axar Patel news: અક્ષર પટેલને BCCIનો મોટો દંડ, પુનરાવૃત્ત ભૂલ બની મુશ્કેલીનું કારણ!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

IPL 2025 Axar Patel news: રોમાંચક મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સનો હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 12 રનથી પરાજય થયો. આ વર્તમાન સિઝનમાં દિલ્હીનો પહેલો પરાજય હતો અને દુઃખની વાત એ છે કે આ હારનો સ્વાદ પણ તેણે હોમ ગ્રાઉન્ડમાં ચાખવો પડ્યો. દરમિયાન આ મેચમાં હાર બાદ કેપ્ટન અક્ષર પટેલને વધુ એક મોટો ઝટકો લાગ્યો.

12 લાખનો દંડ થયો

- Advertisement -

બીસીસીઆઈએ આરસીબીના કેપ્ટન રજત પાટિદાર અને સંજુ સેમસન જેવી ભૂલનું પુનરાવર્તન કરવા બદલ હવે દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને દંડ ફટકાર્યો છે. અક્ષર પટેલની ભૂલ એ હતી કે દિલ્હીની ટીમે 20 ઓવર નાખવા માટે નિર્ધારિત સમય કરતાં વધુ સમય લીધો. આ જ કારણે સ્લો ઓવર રેટના કારણે BCCIએ તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

BCCIએ શું કહ્યું?

- Advertisement -

BCCI ની પ્રેસ રિલીઝ અનુસાર, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ (Axar Patel Fined 12 Lakhs Rupes by BCCI) એ કલમ 2.2 હેઠળ IPL ના નિયમોનું ઉલ્લંઘન કરવાનો દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ સામેની મેચ નંબર 29 દરમિયાન દિલ્હીએ ધીમો ઓવર રેટ જાળવી રાખ્યો હતો.

રજત પાટિદારે શું કરી હતી ભૂલ?

- Advertisement -

અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ સામેની એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન રજત પાટીદારને સજા મળી હતી. BCCIએ પાટીદારને પણ આ રીતે દંડ ફટકાર્યો હતો. ત્યારે IPL 2025ની 20મી મેચમાં બેંગલુરુએ મુંબઈ પર 12 રનથી રોમાંચક જીત હાંસલ કરી હતી. તેમ છતાં શાનદાર જીત બાદ બેંગલુરુના કેપ્ટન પાટીદાર પર મેચ દરમિયાન IPLના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ રજત પાટિદાર પર સ્લો ઓવર રન રેટના કારણે દંડ ફટકાર્યો હતો. ખુદ સંજુ સેમસન પણ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હોવા છતાં એકથી વધુ વખત સ્લો ઓવર રેટ માટે દંડાઈ ચૂક્યો છે.

Share This Article