Samantha Rejects Crores for Public Good: એકટ્રેસ સામંથા રુથ પ્રભુના દાવા અનુસાર પોતે જનહિત ખાતર થઈને કરોડો રુપિયાની એડ્સ નકારી કાઢી છે. આશરે ૧૫ જેટલી બ્રાન્ડસની એન્ડોર્સમેન્ટની દરખાસ્ત પોતે ફગાવી દીધી છે.
સામંથાએ એક સંવાદમાં કહ્યું હતું કે પોતે છેલ્લાં એક વર્ષથી કેવી કેવી બ્રાન્ડસનું એન્ડોર્સમેન્ટ કરવું તે બાબતે બહુ જાગૃત બની ગઈ છે. જે બ્રાન્ડસ લોકો માટે પોઝિટિવ હોય તેવી બ્રાન્ડ જ પોતે એન્ડોર્સમેન્ટ માટે સ્વીકારે છે.
તેણે કહ્યું હતું કે હવે પોતે કોઈ બ્રાન્ડની ઓફર આવે તો તે અંગે પહેલાં પોતાના ત્રણ ડોક્ટરો સાથે મસલત કરે છે. તેઓ લીલીઝંડી આપે તો જ એન્ડોર્સમેન્ટ બાબતે આગળ વધે છે.
તેણે એમ પણ જણાવ્યું હતું કે પોતે ભૂતકાળમાં કેટલીક બ્રાન્ડસનું એન્ડોર્સમેન્ટ કર્યું હતું તે માટે તેને પસ્તાવો પણ છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સામંથા સોશિયલ મીડિયા પર એક તબીબી સારવારને લગતી પોસ્ટ માટે વિવાદમાં સપડાઈ હતી. સંખ્યાબંધ ડોક્ટરોએ તેની આ પોસ્ટ લાખો લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. બાદમાં સામંથાએ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.