Prabhas Spirit Goes Global: ‘કબીર સિંઘ’ અને ‘એનિમલ’ સહિતની ફિલ્મોના સર્જક સંદિપ રેડ્ડી વાંગાની પ્રભાસ સાથેની ફિલ્મ ‘સ્પિરિટ’ની ગાડી હવે પાટે ચઢી છે. આ ફિલ્મનો સ્ક્રિનપ્લે તૈયાર કરવામાં ભારે વિલંબ થયો હતો. પરંતુ, હવે સ્ક્રીનપ્લે ફાઈનલ થયા બાદ સંદિપ રેડ્ડી વાંગાએ કાસ્ટિંગ પર ફોક્સ કર્યું છે. તે આ ફિલ્મમાં અમેરિકા તથા સાઉથ કોરિયાના કેટલાક કલાકારોને પણ કાસ્ટ કરશે તેમ કહેવાય છે.
આ ફિલ્મનું શૂટિંગ હવે આગામી ઓક્ટોબરથી શરુ થવાનાં એંધાણ છે. શૂટિંગમાં વિલંબ થતાં પ્રભાસે પોતાની અન્ય ફિલ્મો ‘ફૌજી’ અને ‘રાજા સાહેબ’ પર ફોક્સ કર્યું હતું. ‘સ્પિરિટ’ માટે પ્રભાસે પોતાનું વજન પણ થોડું ઘટાડવાનું છે. આથી, સંદિપ રેડ્ડી વાંગાએ તેને અન્ય પ્રોજેક્ટસ પૂર્ણ થયા બાદ આ ફિલ્મ પ્રમાણે તૈયારી શરુ કરવા જણાવ્યું છે. ફિલ્મમાં મોટાભાગનાં એકશન દ્રશ્યા પણ પ્રભાસ જાતે ભજવવાનો છે.
સંદિપ રેડ્ડી વાંગા ‘એનિમલ’ની સીકવલ ‘એનિમલ પાર્ક’ પણ બનાવી રહ્યા છે. જોકે, ‘સ્પિરિટ’નું શૂટિંગ પૂર્ણ થયા બાદ જ તેઓ ‘એનિમલ પાર્ક’ની સ્ક્રિપ્ટ ફાઈનલ કરવા સહિતની બાબતો હાથ ધરશે.