Gold Price: ટ્રેડવૉરના ઘમાસાણ વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો? 10 ગ્રામની કિંમત રૂ. 1.30 લાખને પાર જશે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price: વૈશ્વિક સ્તરે ટેરિફ અને ટ્રેડવૉરની અનિશ્ચિતતાઓના કારણે કિંમતી ધાતુની માગ સતત વધી છે. સોનાનો ભાવ રોજ નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યો છે. શનિવારે અમદાવાદમાં સોનું રૂ. 96500 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ અને એમસીએક્સ ગોલ્ડ પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. સોનામાં આકર્ષક તેજી વચ્ચે ગોલ્ડમેન સાસે રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં સોનાનો ભાવ વૈશ્વિક સ્તરે 4500 ડોલર પ્રતિ ઔંસ (રૂ. 1,36,000 પ્રતિ 10 ગ્રામ) થવાનો અંદાજ આપ્યો છે.

ગોલ્ડમેન સાસના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવૉર અને મંદીના ભયના કારણે સોનાનો ભાવ 2025ના અંત સુધી 4500 ડોલર પ્રતિ ઔંસ થઈ શકે છે. અગાઉ તેણે 3700 ડોલર પ્રતિ ઔંસનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્રીજી વખત ગોલ્ડમેન સાસે સોનાના લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો છે. અગાઉ માર્ચની શરૂઆતમાં 3300 ડોલર પ્રતિ ઔંસનો ટાર્ગેટ મૂક્યો હતો.

- Advertisement -

આજે સોના-ચાંદીનો ભાવ

અમદાવાદમાં આજે સોનાનો ભાવ તેની ઐતિહાસિક ટોચથી રૂ. 500 ઘટી રૂ. 96000 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થયો હતો. જ્યારે ચાંદીનો ભાવ રૂ. 1000 ઉછળી રૂ. 95500 પ્રતિ કિગ્રા થયો હતો. ઊંચા ભાવોના કારણે બુલિયન માર્કેટમાં રિટેલ ઘરાકીનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે જૂના ગ્રાહકોએ પ્રોફિટ બુક કર્યો હતો.

ગોલ્ડ ઈટીએફમાં પ્રોફિટ બુકિંગ

ગોલ્ડ ઈટીએફ ઓલટાઈમ હાઈ થતાં રોકાણકારો મોટાપાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે. માર્ચમાં રૂ. 77.21 કરોડની વેચવાલી જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં 1979.84 કરોડનું રોકાણ નોંધાયુ હતું. માર્ચને બાદ કરતાં સળંગ દસ મહિનાથી ગોલ્ડ ઈટીએફમાં રોકાણ નોંધાયા બાદ માર્ચમાં વેચવાલી નોંધાઈ હતી. માર્ચમાં ગોલ્ડ ઈટીએફમાં 5.67 ટકાથી 6.52 ટકા સુધી રિટર્ન છૂટ્યું હતું.

TAGGED:
Share This Article