UK Army planners sent over bin strikes: UKના શહેરમાં ઉંદરોએ મચાવ્યો વિલક્ષણ આતંક, તંત્રને સેનાની મદદ લેવી પડી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

UK Army planners sent over bin strikes: યુરોપના કોઈ આધુનિક શહેરમાં રસ્તા પર, શેરીઓમાં કચરાના ઢગલા ખડકાયા હોય, એ કચરામાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય અને મહાકાય ઉંદરો અહીંથી તહીં દોડાદોડ કરીને નગરજનોનું આવવું-જવું મુશ્કેલ બનાવી દેતા હોય, એવી કલ્પના કરી શકો? ઊંચું જીવનધોરણ ધરાવતા યુરોપિયન દેશમાં આવું બને એ સાચું નથી લાગતું, પણ ખરેખર આવું બન્યું છે, અને લોકો તોબા પોકારી ગયા છે.

શું છે મામલો?

- Advertisement -

વાત છે બ્રિટનના બર્મિંગહામ નગરની. અગિયાર લાખની વસ્તી ધરાવતા આ સમૃદ્ધ નગરમાં રસ્તાની બંને બાજુ ઠેરઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. સડી રહેલા કચરાની દુર્ગંધથી નગરજનો ભયંકર હદે ત્રાસી રહ્યા છે. બિલાડી જેટલા કદના ઉંદરો કચરામાં આમથી તેમ દોડી રહ્યા છે. આમ બનવાનું કારણ છે સફાઈ કર્મચારીઓની હડતાલ. કર્મચારીઓના રેન્કમાં ચોક્કસ ભૂમિકા નાબૂદ કરવાના સરકારના પગલાંના વિરોધમાં હડતાળ પાડવામાં આવી છે. હડતાલ ૧૧ માર્ચથી ચાલુ થઈ હતી, હજુ સુધી ચાલુ જ છે. બર્મિંગહામના 400 સફાઈ કર્મચારીઓએ કચરો ઉપાડવાનું જ બંધ કરી દીધું છે, જેને લીધે આવી પરિસ્થિતિ સર્જાઈ છે.

હજારો ટન કચરો પડ્યો પડ્યો સડી રહ્યો છે

હડતાળ એક મહિનાથી ચાલી રહી છે, જેને લીધે બર્મિંગહામની શેરીઓમાં 17,000 ટન કચરો ભેગો થઈ ગયો છે. આટલી મોટી માત્રામાં કચરો ભેગો થતાં ઉંદરોને મજા પડી ગઈ છે. તેઓ ખાઈ ખાઈને તગડા થઈ ગયા છે. ઉંદરોનો શિકાર કરવા માટે બિલાડીઓ પણ કચરો ફેંદતી રહે છે. દુર્ગંધથી આકર્ષાઈને ખોરાકની ખોજમાં જંગલી શિયાળ પણ નગરમાં આવવા લાગ્યા છે. સડેલા કચરામાં જંતુઓ અને ઈયળો પેદા થવા લાગી છે. કચરો ફેંદવા આવેલા જાનવરોના રસ્તા પર અહીંથી તહીં ભટકતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

થોડો ઘણો કચરો સાફ થાય તો છે, પણ…

નગરમાં કચરો એકત્ર કરનારાઓનું એક જૂથ કાર્યરત છે, પણ તે આખા નગરની સફાઈ કરી શકતું નથી. તેમની પાસે કચરો એકત્ર કરતા વાહનોની પણ કમી છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે, સરકારે આ કટોકટીનો સામનો કરવા માટે સૈનિકોને બોલાવવા પડ્યા છે. અલબત્ત, સૈનિકોને કચરો એકઠો કરવાના કામે જોતરવાને બદલે લોજિસ્ટિકલ કામ સોંપવામાં આવ્યું છે, જેથી વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનું ઓફિસ-વર્ક સમયસર કરી શકાય. સરકારી પ્રવક્તાએ જણાવ્યું છે કે, સફાઈ કર્મચારીઓ હડતાળ સમાપ્ત કરીને કામ પર લાગે એ માટેના શક્ય તમામ પ્રયાસ સરકાર કરી રહી છે.

Share This Article