MS Dhoni: છ વર્ષ બાદ ધોનીએ IPLમાં આ ઍવોર્ડ જીત્યો, કહ્યું – ખબર નથી કેમ મને પસંદ કર્યો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

MS Dhoni: લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ધોનીએ 11 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. ધોની આ એવોર્ડ મેળવનાર સૌથી મોટી ઉંમરનો IPL ખેલાડી બની ગયો છે. પરંતુ 6 વર્ષ પછી મેન ઓફ ધ મેચ બનેલા ધોનીએ આ એવોર્ડ માટે પોતાના સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે.

ધોનીને છેલ્લે 2019માં આ એવોર્ડ મળ્યો હતો. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ધોનીએ કહ્યું કે, ‘બીજા ઘણા એવા પ્લેયર હતા જેમને આ એવોર્ડ મળવો જોઈતો હતો. મને સમજાતું નથી કે મને આ એવોર્ડથી કેમ સન્માનિત કરવામાં આવી રહ્યો છે. મને લાગે છે કે, નૂર અહમદે સારી બોલિંગ કરી.’

- Advertisement -
TAGGED:
Share This Article