Nithya Menon: નિત્યા મેનન એક જાણીતી દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રી અને ગાયિકા છે. આપણે તેણે ઓટીટી પર બ્રીથ : ઈન ટુ ધ શેડોઝ અને મોડર્ન લવ હૈદરાબાદ જેવી વેબ સિરીઝમાં પણ જોઈ છે.
‘હું પાયલટ બનવા માંગતી હતી’
નિત્યાનો જન્મ 8 એપ્રિલના રોજ બેંગ્લોરમાં થયો હતો. તે 35 વર્ષની છે. પત્રકારત્વનો અભ્યાસ કરનારી નિત્યા ક્યારેય અભિનયમાં કારકિર્દી બનાવવા માંગતી ન હતી. 1998માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારી નિત્યા કહે છે, હું પાયલટ બનવા માંગતી હતી, કારણ કે મને ટ્રાવેલ કરવું ખૂબ ગમે છે. પરંતુ અભિનેત્રી બની ગઈ.
‘હું ભગવાનમાં માનતી ન હતી, મારા પિતા નાસ્તિક છે’
એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન 59 ફિલ્મોમાં કામ કરનાર નિત્યા મેનને ખુલાસો કર્યો કે, ‘થોડા વર્ષો પહેલા હું અભિનય છોડીને ક્યાંક દૂર જવા માંગતી હતી. કારણ રે, આ વ્યવસાય મારા વ્યક્તિત્વથી ઘણો અલગ છે. હું સામાન્ય જીવન જીવવા માંગતી હતી. ફિલ્મોમાં આવતા પહેલાં હું ભગવાનમાં માનતી ન હતી. મારા પિતા નાસ્તિક છે. હું પણ ત્યાં હતી. પણ જ્યારે હું ફિલ્મોમાં આવી ત્યારે મને લાગ્યું કે, કોઈ શક્તિ મને દિશા આપી રહી છે. જે મારા નિયંત્રણમાં નથી.’
‘મને રોકવા માટે ભગવાનની આ યોજના હતી’
નિત્યાને 2022માં રીલિઝ થયેલી ‘તિરુચિત્રમ્બલમ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેનું કહેવું છે કે, ‘આ પહેલાં મેં નક્કી કર્યું હતું કે, હું બાકીના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરીશ અને પછી શાંતિથી બધું છોડી દઈશ. મેં વિચાર્યું હતું કે, કોઈને ખબર નહીં પડે કે, હું ક્યાં છું અને શું કરી રહી છું. પછી મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. એટલે કે, મને રોકવા માટે ભગવાનની આ યોજના હતી.’
નિત્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘મારા લૂક અંગે મારે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. લોકો કહેતા, તું ઠીંગણી અને જાડી છે, અને તારી ભમર પણ ખૂબ મોટી છે.’