Tejasswi Prakash and Karan Kundra: લગ્ન પહેલા લિવ ઈનમાં રહેવાની વાત પર ટીવી સ્ટારનું ચિંતાજનક નિવેદન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Tejasswi Prakash and Karan Kundra: ટેલિવિઝન સ્ટાર તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા સૌથી લવિંગ કપલમાંથી એક બની ગયા છે. તેમની પ્રેમ કહાની બિગ બોસ 15ના સેટ પર શરૂ થઈ હતી. ત્યારથી આ જોડી અકબંધ રહી છે. આ વર્ષે તેના લગ્નની ચાલી રહેલી અફવાઓ વચ્ચે નાગિન-6ની અભિનેત્રીએ તાજેતરમાં તેના સંબંધો વિશે ખુલાસો કર્યો, જેમાં કરણ સાથેના તેના લિવ ઈનનો પણ સમાવેશ થાય છે.

‘અમારા પરિવારને સંપૂર્ણ વિશ્વાસ હતો’

- Advertisement -

એક ઈન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન તેજસ્વીએ ખુલાસો કર્યો કે, ‘મારા માતા-પિતા ઈચ્છતા હતા કે, હું અને કરણ સાથે રહીએ. ખાસ કરીને મારા બ્રેકઅપ પછી કારણ કે, તેઓ માનતા હતા કે હું ખૂબ જ ચંચળ છું. અમારા પરિવારને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, હું અને કરણ સાથે રહીએ છીએ અને મારા માતા-પિતાને પણ. આ સંપૂર્ણ લિવ-ઈન રિલેશનશિપ નથી. હું મુંબઈકર છું અને મુંબઈમાં મારું ઘર પણ છે. તેથી જ્યારે પણ મારા ઘરની નજીક શૂટિંગ હોય છે, ત્યારે હું ત્યાં જ રહું છું.’

‘જ્યારે પણ મારે મુંબઈમાં કામ હોય ત્યારે હું ઘરે જ રહું છું’

આ ઉપરાંત તેણે વધુ વાત કરતાં કહ્યું કે, ‘જ્યારે પણ મારે મુંબઈમાં કામ હોય ત્યારે હું ઘરે જ રહું છું. મારુ એક ઘર બાંદ્રામાં તેમજ બીજુ ગોરેગાંવમાં છે. જો મને ફિલ્મ સિટીમાં કામ હોય તો હું મારા ઘરે જ રહું છું. જો તે બાંદ્રાની નજીક હોય તો પહેલા હું મારા ઘરે રહેવાનું પસંદ કરું છું. અમે બન્ને અમારા માતા-પિતા સાથે એકબીજાના ઘરે રહેતા હતા. કરણ મારા ઘરમાં મારા માતા-પિતા સાથે રહે છે અને હું તેના ઘરમાં તેના માતા-પિતા સાથે રહું છું.’

મમ્મી-પપ્પાએ કહ્યું હતું કે, ‘લગ્ન પહેલા લિવ ઈનમાં રહેજે’

તેજસ્વીએ કહ્યું, ‘સૌથી મહત્ત્વની વાત એ છે કે, પરિવાર ખુશ છે કે અમે એકબીજાને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારા માતા-પિતાએ પોતે જ મને લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું કહ્યું છે. મને લાગે છે કે લગ્ન પહેલાં પુરુષ સાથે રહેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમે જેની સાથે પણ લગ્ન કરો છો, પહેલાં તેની સાથે રહો, તમને વધુ સમજાશે.

Share This Article