RBI WhatsApp channel Launched: RBI દ્વારા નાણાકીય જાગૃતિ માટે વોટ્સએપ ચેનલ લોન્ચ, મળશે મહત્ત્વની બેન્કિંગ અપડેટ્સ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

RBI WhatsApp channel Launched: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હાલમાં જ નાણાકીય માહિતી લોકો સુધી સરળતાથી પહોંચાડવા માટે સત્તાવાર ધોરણે વોટ્સએપ ચેનલ લોન્ચ કરી છે. આરબીઆઈ મારફત મહત્ત્વપૂર્ણ બેન્કિંગ અપડેટ તથા નાણાકીય સમાચારોને સરળતાથી લોકો સુધી પહોંચાડવા આ પહેલ હાથ ધરાઈ છે. જેથી અંતરિયાળ ગામોમાં લોકોને નાણાકીય બાબતોમાં સક્ષમ બનાવી શકાય. દેશભરના લોકો આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા ક્યુઆર કોડ સ્કેન કરી ચેનલમાં જોડાઈ શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વોટ્સએપ પર પોતાના વેરિફાઈડ એકાઉન્ટ પરથી મહત્ત્વપૂર્ણ નાણાકીય બાબતો અને માહિતી પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાની ખાતરી કરી છે.  આરબીઆઈ સતત ટેક્સ્ટ મેસેજ, ટીવિ અને ડિજિટલ જાહેરાતો મારફત લોકોને આ મામલે જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે. આ ચેનલનો ઉપયોગ સુરક્ષિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને છેતરપિંડીથી બચવા માટે જાગૃત્તિ ફેલાવાનો છે. વધુમાં બેન્કિંગ અધિકારો વિશે જાણકારી અને નીતિઓમાં થયેલા ફેરફાર અંગે સૂચિત કરવા માટે થશે. આરબીઆઈને અપેક્ષા છે કે, વોટ્સએપ ચેનલ આજના જમાનામાં વધી રહેલા સાયબર ક્રાઈમ, નાણાકીય છેતરપિંડીથી લોકોને બચાવનારૂ અસરકારક સાધન બનશે.

- Advertisement -

આ રીતે વોટ્સએપ ચેનલમાં જોડાઓ

1. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ તથા સોશિયલ મીડિયા હેન્ડલ પર રજૂ કરવામાં આવેલું ક્યુઆર કોડ સ્કેન કરો.

2. ક્યુઆર કોડ તમને આરબીઆઈની વોટ્સએપ ચેનલ પર લઈ જશે.

3. ચેનલમાં જોડાવા માટે જોઈન પર ક્લિક કરો.

4. જોડાયા બાદ, આરબીઆઈના વેરિફાઈડ વોટ્સએપ એકાઉન્ટ પરથી તમને રોજિંદા અપડેટ મળવાનું શરૂ થશે.

આરબીઆઈનું સત્તાવાર વોટ્સએપ એકાઉન્ટ બિઝનેસ નંબર 9999 041 935 મારફત હેન્ડલ થાય છે. યુઝર્સને સલાહ છે કે, તે એકાઉન્ટના નામની આગળ વેરિફાઈડ ચિહ્ન અવશ્ય ચેક કરે, જેથી તેઓ સાચી ચેનલને ફોલો કરી રહ્યા છે કે નહીં, તેની ખાતરી થાય.

Share This Article