Gold Rate Today: સોનાની દોડમાં બ્રેક, ચાંદી ધીમી ગતિએ આગળ વધી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Rate Today: મુંબઈ ઝવેરીબજારમાં ડો. આંબેડકર જયંતી તથા બેન્ક હોલીડેના પગલે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોનાના ભાવમાં રેકોર્ડ તેજીનો બ્રેક વાગતાં ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ચાંદીના ભાવમાં તેજી આગળ વધ્યાના નિર્દેશો મળ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ ઘટી નીચામાં ભાવ ૩૨૦૬ થઈ ૩૨૨૪થી ૩૨૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૦૦૦ રહ્યા હતા.જોકે અમદાવાદ ચાંદીના ભાવ કિલોની આજે વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૯૫૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૨.૩૭ ડોલર રહ્યા હતા.

- Advertisement -

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૩૪૦૦ વાળા રૂ.૯૩૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૩૭૫૦ વાળા રૂ.૯૩૩૫૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૪૯૦૦ વાળા રૂ.૯૫૫૦૦ રહ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૦૭ તથા નીચામાં ૯૯.૨૧ થઈ ૯૯.૬૨ આસપાસ રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના  ભાવ રૂ.૮૬ની અંદર ઉતરી રૂ.૮૫.૯૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, ચીનમાં વેપાર પુરાંત (સરપ્લસ) વધી ૧૦૩ અબજ૨ ડોલરે પહોંચી છે ત્યાં આયાત કરતાં નિકાસ નોંધપાત્ર ઉંચી રહી છે.વૈશ્વિક સોનાના ભાવ આગળ ઉપર વધુ વધી આ વર્ષના અંત સુધીમાં ઔંશના ૩૭૦૦ ડોલર થવાની શક્યતા ગોલ્ડમેન સેકે બતાવી છે.

લાંબા ગાળે ૪૦૦૦ ડોલરના ભાવની શક્યતા પણ બતાવાતી થઈ છે. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધી બેરલના બ્રેન્ટના ૬૫.૯૦ થઈ ૬૫.૫૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૯૬૦ થઈ ૯૫૨થી ૯૫૩ ડોલર તથા પેલેડીયમના વધી ૯૪૨ થઈ ૯૪૦ ડોલર રહ્યા હતા.

Share This Article