John Abraham: રોહિત શેટ્ટીએ મુંબઇના માજી પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની બાયોપિક માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ ૧૮ એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે ચાર મહિનાનું શેડયુલ રાખવામાં આવ્યું છે.
રોહિત શેટ્ટીએ ‘સિંઘમ’ સહિતની પોલીસ અધિકારીઓ પર આધારિત ફિલ્મો તથા સીરિઝ બનાવી છે. જોકે, તે બધાથી અલગ રીતે આ ફિલ્મ એક અસલી પોલીસ અધિકારીની બાયોપિક છે. રાકેશ મારિયા ૧૯૯૩ બોમ બ્લાસ્ટ તથા
૨૬ /૧૧ના હુમલા વખતે મહત્વનાં પદો પર હતા અને તેથી તેમની બાયોપિકમાં તે ઘટનાો દરમિયાન પોલીસે કેવી રીતે કામ પાર પાડયું હતું તેની વિગતો પણ આવરી લેવાશે. રાકેશ મારિયાએ પોતાની જીવનકથા ‘લેટ મી સે ઈટ નાઉ’ લખી છે તેના પર જ આ ફિલ્મ આધારિત હશે. જોન અબ્રાહમની ફિલ્મો હાલ બોક્સઓફિસ પર ખાસ સફળ ન થતી હોવાથી, તેને પણ એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. થોડા સમય પહેલાં રજૂ થયેલી તેની ફિલ્મ ‘ડિપ્લોમેટ’ વખણાઈ બહુ હતી.