Mouth Ulcer: મોંમાં ચાંદા પડી જવા એ એક સામાન્ય સમસ્યા છે પરંતુ તેના કારણે તમારે મોંમાં ખૂબ જ પીડાનો સામનો કરવો પડે છે. મોંમાં ચાંદા પડે તો તેને સારા થવામાં ઓછામાં ઓછા એક અઠવાડિયાનો સમય તો લાગે જ છે. મોંમાં ચાંદા પડવાના કારણે તમને જમવામાં અને વાત કરવા જેવા રોજિંદા કામોમાં તકલીફ પડે છે.
મોંમાં ચાંદા પડવાના ઘણા કારણો હોય છે જેમ કે આકસ્મિક રીતે મોઢાની અંદર દાંત લાગી જવો, દાંત/ટૂથબ્રશ વગેરેથી ઘસાવું, ડેન્ટલ બ્રેસેસ, વિટામિનની ઉણપ, ઊંઘનો અભાવ અને તણાવ વગેરે. આમ તો મોંમા પડતા ચાંદાથી છુટકારો મેળવવા માટે માર્કેટમાં ઘણા જેલ અથવા ક્રીમ ઉપલબ્ધ છે, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા પણ મોંના ચાંદાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપચારો વિશે-
મધ
કાચું મધ ઘરે જ મોંના ચાંદાની સારવાર માટે શ્રેષ્ઠ કામ કરે છે. પોતાના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે મધ અસરગ્રસ્ત વિસ્તારને ભેજયુક્ત કરીને અને તેને સુકાઈ જવાથી અટકાવીને તેની સારવાર કરે છે. કાચા મધમાં એક ચપટી હળદર ઉમેરવાથી પણ મોંના ચાંદા મટાડવામાં મદદ મળે છે.
નારિયેળનું તેલ
નાળિયેરનું તેલ એક ઘરેલું ઉપાય છે જે સરળતાથી ઉપલબ્ધ છે અને તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મોની સાથે-સાથે એન્ટી-ફંગલ અને એન્ટી-વાયરલ ગુણધર્મો પણ ભરપૂર માત્રામાં હોય છે. તે દુ:ખાવો ઘટાડે છે અને તાત્કાલિક રાહત આપે છે.
એલોવેરા જ્યૂસ
પોતાના સુખદાયક ગુણધર્મો માટે જાણીતું એલોવેરા જ્યૂસ દરરોજ ઉપયોગમાં લેવાથી મોંના ચાંદાથી થતા દુ:ખાવાને ઘટાડી શકે છે. તે હીલિંગ પ્રોસેસને ઝડપી બનાવે છે અને દુ:ખાવાને ઘટાડે છે. મોંના ચાંદાથી રાહત મેળવવા માટે દિવસમાં બે વાર તમારા મોંમાં થોડું એલોવેરાનું જ્યૂસ નાંખો.
એપ્પલ સાઈડર વિનેગર
એપલ સાઈડર વિનેગર એ એક લોકપ્રિય ઘરેલું ઉપાય છે જેનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે થાય છે. તેની એસિડિક પ્રકૃતિ ઘા પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખવાનું કામ કરે છે. દુ:ખાવો ઓછો કરવા અને હીલિંગ પ્રોસેસ શરૂ કરવા માટે આ મિશ્રણના કોગળા કરો.