Startups IPO plans: યુ.એસ.માં સંભવિત આર્થિક મંદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ દરખાસ્તોથી સર્જાયેલ વેપાર તણાવ ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સને તેમની આઈપીઓ યોજનાઓ પર પુનર્વિચાર કરવા દબાણ કરી રહ્યા છે. બજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે રોકાણકારોની રુચિ ઘટી છે, જેના કારણે ઘણી કંપનીઓ તેમના લિસ્ટિંગને સ્થગિત કરવાનું વિચારી રહી છે.
યુએસ ટેરિફ માત્ર વેપાર જ નહીં પરંતુ વૈશ્વિક સંબંધો અને કંપનીઓની ભાવિ યોજનાઓ પર પણ અસર કરે છે. જ્યાં સુધી સ્થિરતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આઈપીઓ સિઝન નબળી રહેશે. પરંતુ દિવાળી પછી પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
એક અહેવાલ મુજબ, લગભગ ૩૦ સ્ટાર્ટઅપ્સ- લગભગ ૧૦૦ બિલિયન ડોલરના સંયુક્ત મૂલ્ય સાથે ૨૦૨૭ સુધીમાં શેરબજારમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આમાં ફ્લિપકાર્ટ, ફોનપે, લેન્સકાર્ટ, રેઝરપે, ઝેટવર્ક, મીશો અને એથર એનર્જી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
જો કે, વર્તમાન બજારની સ્થિતિએ આમાંની ઘણી કંપનીઓના પ્લાનમાં ફેરફાર કર્યો છે. એથર એનર્જીએ આ મહિનાના અંતમાં આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે આઈપીઓ તેના આઈપીઓનું કદ ૪૦૦ મિલિયન ડોલરથી ઘટાડીને ૩૫૦ મિલિયન ડોલર કરવાનું વિચારી રહી છે.
લિસ્ટેડ કંપનીઓ ટેરિફને કારણે નુકસાન સહન કરી રહી છે અને તે જ અસર સ્ટાર્ટઅપ પર પણ જોવા મળશે. આનાથી તેમના મૂલ્યાંકન અને આઈપીઓના ભાવને અસર થઈ શકે છે. ટેરિફને કારણે ભારતમાં ખાસ કરીને જાહેર બજારોમાં વિદેશી રોકાણમાં ઘટાડો થયો છે. જે કંપનીઓની આવકનો મોટો હિસ્સો વિદેશથી આવે છે અથવા જે વૈશ્વિક સપ્લાય ચેન પર નિર્ભર છે તેઓને વધુ ફટકો પડી શકે છે.
ભારતમાં ૩૦ નવી ટેક કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય હાલમાં ૧૧૦ બિલિયન ડોલરથી વધુ છે. તેમનું માર્કેટ કેપ ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. તેનું કારણ કંપનીઓ આઈપીઓ માટે તૈયારી કરી રહી છે.