Steel dumping: ટેરિફ વોરના કારણે સ્ટીલ ડમ્પિંગ થવાની સંભાવના નહી હોવાનો દાવો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Steel dumping: સ્ટીલ પર સેફગાર્ડ ડયૂટી વધારી વીસ ટકા કરવાનો નિર્ણય લેવાશે કે કેમ તે કહેવાનું હાલમાં મુશકેલ છે, એમ સ્ટીલ મંત્રાલયના સચિવે એક મુલાકાતમાં જણાવ્યું હતું. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં સ્ટીલ સચિવ સંદીપ પોન્ડ્રીકે જણાવ્યું હતું કે, ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા કરાયેલી ભલામણ હાલમાં વિચારણા હેઠળ છે અને આ સંદર્ભમાં ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે ચોક્કસ પ્રકારના સ્ટીલ પર ૨૦૦ દિવસ સુધી પ્રારંભિક ધોરણે ૧૨ ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ગયા મહિને ભલામણ કરી હતી.

- Advertisement -

ડયૂટીના દરમાં વધારો કરાશે તેવી અપેક્ષા રાખવાનું કોઈ કારણ નથી એમ સચિવે જણાવ્યું હતું. વિવિધ પક્ષકારોને સાંભળ્યા બાદ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસની ભલામણ આવી પડી છે.

Share This Article