Google Big Announcement: Googleએ એક મોટું એલાન કર્યું છે. ગૂગલના આ એલાન બાદ વિશ્વભરના યૂઝર્સને ફેરફાર જોવા મળશે. મંગળવારે કરવામાં આવેલા એલાન પ્રમાણે કંપની ટૂંક સમયમાં ગૂગલના લોકલ ડોમેન્સમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી અલગ-અલગ દેશો માટે લોકલ ગૂગલ ડોમેન હોય છે, જેમ કે ભારતમાં Google Dot co Dot in અને ફ્રાન્સ માટે Google Dot fr છે.
ગૂગલના આ લોકલ ડોમેન્સનો ઘણા વર્ષોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને લોકલ સર્ચ રિઝલ્ટ આપવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે નવા ફેરફાર હેઠળ કંપની કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેન્સ હટાવવા જઈ રહી છે, જેના સ્થાને યૂઝર્સ સીધા google.com પર પહોંચી જશે.
તમને જણાવી દઈએ કે, 2017થી Google રિયલ ટાઈમ ફિઝિકલ લોકેશનને એક્સેસ કરે છે, જેથી યૂઝર્સ સુધી રેલેવેન્ટ સર્ચ રિઝલ્ટને પહોંચાડવામાં આવી શકે, પછી ભલે તમે કોઈ પણ દેશનું Google Donain ચલાવી રહ્યા હોય.
દુનિયાભરનું ડોમેન ચેન્જ થશે
ગૂગલે કહ્યું કે, ‘ટૂંક સમયમાં આ અપડેટ તમામ યૂઝર્સ સુધી પહોંચી જશે. તેમાં થોડા મહિનાનો સમય લાગી શકે છે. એક વખત આ પ્રોસેસ કમ્પલિટ થઈ જાય તો ત્યારબાદ તમે કોઈ પણ દેશને કોડ URLમાં ટાઈપ કરીશો તો તે ઓટોમેટિક Google.com સાથે રિડાયરેક્ટ થઈ જશે.’
ગૂગલ સર્ચ રિઝલ્ટ પર નહીં પડે અસર
ગૂગલના આ ફેરફાર બાદ યૂઝર્સના સર્ચ રિઝલ્ટ પર કોઈ અસર નહીં પડશે. જોકે, કેટલાક યૂઝર્સને પ્રીફ્રેન્સેસ રિસેટ કરવી પડી શકે છે, જેમાં લેન્ગવેજ અથવા રીજન સિલેક્શન સામેલ થઈ શકે છે. આ અંગે આગામી દિવસોમાં જાણકારી મળશે.
આ અપડેટ બાદ પણ યૂઝર્સને સ્થાનિક કન્ટેન્ટ અને સર્ચ રિઝલ્ટ મળતા રહેશે. ઉદાહરણ તરીકે જો તમે જાપાનમાં છો, તો તમને જાપાન સંબંધિત સર્ચ રિઝલ્ટ નજર આવતા રહેશે અને જો તમે બ્રાઝિલના તો ત્યાંના લોકલ રિઝલ્ટ નજર આવતા રહેશે.