Top 10 Military Countries: દુનિયાના સૌથી શક્તિશાળી સૈન્યોમાં અમેરિકાનો ટોચ પર કબજો, ભારત કેટલાંમા સ્થાને?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Top 10 Military Countries: કોઇ પણ  દેશ ગમે તેટલો સુખી અને સમૃધ્ધ હોય પરંતુ સંરક્ષણમાં મજબૂત ના હોયતો આફત આવે છે. આથી જ તો દરેક દેશ પોતાના અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે સૈન્ય શકિત વધારવા પર ધ્યાન આપે છે. યુધ્ધ કે લડાઇ અચાનક આવી પડતી આફત છે આથી સરહદની સુરક્ષા મજબૂત હોવી જરુરી છે. તાજેતરમાં દુનિયાના સૈન્યની દ્રષ્ટીએ ૧૦ શકિતશાળી દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં અમેરિકા નંબર વન સ્થાન ધરાવે છે. ગ્લોબલ ફાયર પાવરની સૈન્યશકિત રેન્કિંગ અનુસાર દુનિયાના ટોચના દેશ તરીકે અમેરિકાને ૦.૦૦૭૪૪ પોઇન્ટ મળ્યા છે.

અમેરિકામાં કુલ સૈન્યકર્મીઓની સંખ્યા ૨૧૧૭૫૦૦ છે. કુલ ૧૩૦૪૩ વિમાનો અને ૪૬૪૦ ટેન્કો છે. ગ્લોબલ ફાયર પાવરની રેંકમાં રશિયા બીજા ક્રમે છે. રશિયા પાસે સૈન્ય કર્મીઓની સંખ્યા ૩૫૭૦૦૦૦ છે. કુલ મિલિટરી એરક્રાફટની સંખ્યા ૪૨૯૨ અને ટેંકોની સંખ્યા ૫૭૫૦ જેટલી છે. ચીન આર્થિક પાવરની સાથે સૈન્ય દ્વષ્ટીએ પણ ઝડપથી શકિતશાળી બની રહયું છે. ચીનનું સૈન્યબળ ૩૧૧૭૦૦૦૦ છે ફાઇટર પ્લેનની સંખ્યા ૩૩૦૯ અને ટેંકોની સંખ્યા ૬૮૦૦ છે.

- Advertisement -

ગ્લોબલ પાવર ઇન્ડેક્ષમાં ભારત ૧૧૮૪ પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. ભારત પાસે સક્રિય સૈન્ય કર્મીઓની સંખ્યા ૫૧૩૭૫૫૦ છે જયારે ૨૨૨૯ યુધ્ધ વિમાનો છે. ભૂમિ હુમલા માટે મહત્વનો રોલ અદા કરતા ટેંકોની સંખ્યા ૪૨૦૧ છે. ભારત પછી પૂર્વી એશિયાનો મહત્વનો દેશ ગણાતા દક્ષિણ કોરિયાનું સ્થાન સૈન્ય તાકાતમાં પાંચમું છે. દક્ષિણ કોરિયા પાસે ૩૮૨૦૦૦૦ જેટલું વિશાળ સૈન્ય છે. તેની પાસે ૧૫૯૨ મિલિટરી એરક્રાફટ અને ૨૨૩૬ યુધ્ધ ટેંકો છે.

યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) પાસેનું સૈન્ય બળ ૧૧૦૮૮૬૦ જેટલું છે તેની પાસે ૬૩૧ મિલિટરી એરક્રાફટ અને ૨૨૭ જેટલી ટેંકો છે. બ્રિટનને વિશ્વમાં ૬ ઠા ક્રમની સૈન્ય તાકાત ગણવામાં આવી છે. ગ્લોબલ ફાયર પાવરની સૈન્ય રેંકમાં ફ્રાંસમાં ૭ મો ક્રમ ધરાવે છે. ફ્રાંસ પાસે  સૈન્ય બળ ૩૭૬૦૦૦ સૈનિકોનું છે તેની પાસે ૯૭૬ મિલિટ્રીક્રાફટ અને ૨૧૫ ટેંકો છે.

શાંતિપ્રિય જાપાન સૈન્યશકિતમાં ૮મું સ્થાન ધરાવે છે

શાંતિપ્રિય દેશ જાપાન દુનિયાના ૧૦ શકિતશાળી દેશોમાં ૮ મું સ્થાન ધરાવે છે. પાવર ઇન્ડેક્ષમાં જાપાનને ૦.૧૮૩૯ પોઇન્ટ મળ્યા છે. જાપાન પાસે ૩૨૮૧૫૦નું સૈન્યબળ, ૧૪૪૩ મિલિટરી એરક્રાફટ અને ૫૨૧ ટેંકો છે. યુરોપ અને એશિયાની વચ્ચે આવેલો મુસ્લિમ દેશ તુર્કી સૈન્યપાવરની દ્વષ્ટીએ ૯  મું સ્થાન ધરાવે છે. તુર્કી પાસે ૮૮૩૯૦૦ સૈનિકો છે જયારે તેની પાસે ૧૦૮૩ એરક્રાફટ અને ૨૨૩૮ ટેંકો છે. ઇટાલીને સૈન્ય તાકાતમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન મળ્યું છે. ઇટાલી પાસે સૈન્ય કર્મીઓની સંખ્યા ૨૮૯૦૦૦ છે આ ઉપરાંત ૭૨૯ ફાયટર વિમાનો અને ૨૦૦ જેટલી ટેંકો છે.

Share This Article