Rajkot Food Poisoning News : ગુજરાતમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર કરી ગયો છે. ત્યારે લોકો ગરમી લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે છાશ પીધા 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.