Shine Tom Chacko: ડ્રગ રેડ દરમિયાન બારીમાંથી ભાગ્યો સાઉથનો અભિનેતા, CCTV ફૂટેજ થઇ વાયરલ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Shine Tom Chacko: અભિનેતા શાઈન ટોમ ચાકોને બુધવારે રાત્રે કોચીમાં તેના હોટલના રૂમમાંથી ભાગતાં અને સીડીઓની નીચે દોડતાં જોયો હતો. ત્યાર બાદ પોલીસે હોટલમાં ડ્રગ્સનો દરોડો પાડ્યા હતા. આ ઘટના અભિનેત્રી વિન્સી એલોસિયસે દ્વારા તેના પર ડ્રગ્સના પ્રભાવ હેઠળ દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યાના થોડા દિવસો પછી બની છે.

ત્રીજા માળેથી સીડી ચઢીને અભિનેતા ભાગ્યો

- Advertisement -

સીસીટીવી ફૂટેજમાં ડાકુ મહારાજના અભિનેતા ત્રીજા માળેથી સીડીઓ ચઢીને ભાગતો જોવા મળ્યો હતો. લગભગ એ જ સમયે કોચી પોલીસ અધિકારીઓએ હોટલ પરિસરમાં અચાનક દરોડો પાડ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાત્રે 11 વાગ્યે એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

શું અભિનેતાને આ અંગે પહેલાથી માહિતી મળી હતી?

તપાસ શરુ થાય તે પહેલા જ ચાકો તેના સાથીઓ સાથે હોટલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જોકે તપાસ દરમિયાન હોટલમાંથી કોઈ ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થો મળી આવ્યા ન હતા. પોલીસને શંકા છે કે, અભિનેતાને દરોડા અંગે અગાઉથી માહિતી મળી ગઈ હતી. પરંતુ પોલીસે હવે ચાકોની શોધખોળ શરુ કરી દીધી છે. અભિનેતાની ટીમે હજુ સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.

વિન્સી એલોશિયસે અભિનેતા પર લગાવ્યા ગંભીર આરોપો

14 એપ્રિલના રોજ મલયાલમ અભિનેત્રી વિન્સી એલોશિયસે પોતાના પર થયેલા હુમલા વિશે વાત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હું ડ્રગ્સ લેતા કલાકારો સાથે કામ નહીં કરુ.’ તેમણે ફિલ્મના સેટ પરનો પોતાનો એક અનુભવ યાદ કર્યો, જેમાં મુખ્ય નશામાં ધૂત અભિનેતાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત વર્ષ 2015માં ચાકો અને અન્ય છ લોકો પર કોચીના એક એપાર્ટમેન્ટમાં કોકેઈનનું સેવન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે ડિજિટલ પુરાવા અને તસવીરો રજૂ કરી હતી, જે ડ્રગ્સ આરોપીઓની હતી.

Share This Article