Gujarati-Marathi Conflict in Maharashtra: મુંબઈમાં નોનવેજ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, MNS નેતાઓએ આપી ખુલ્લી ધમકી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Gujarati-Marathi Conflict in Maharashtra: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં જ MNS (Maharashtra Navnirman Sena) ચીફ રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું. અનેક જગ્યાએથી અત્યાચારના સમાચાર આવ્યા બાદ તેમણે ખુદ આંદોલન પરત લેવાની અપીલ કરી છે. હવે મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ થયો છે. આરોપ છે કે, ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહી દીધો હતો. મળતી માહિતી મુજબ નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

નોનવેજ ખાવાને લઈને થયો વિવાદ

- Advertisement -

આ ઘટના ઘાટકોપરના સંભવ દર્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની છે. પરિવારનું કહેવું છે કે, અમારા નોનવેજ ખાવાને લઈને પાડોશીએ વાંધો ઉઠાવ્યો અને અભદ્ર ટિપ્પણી કરી હતી … રામ રિંગે નામના શખસે જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે, મરાઠી લોકો ગંદા હોય છે કારણ કે, તે માંસ-માછલી ખાય છે.

MNS નેતાઓએ સોસાયટીના લોકોને આપી ધમકી

- Advertisement -

રામ રિંગે પાસેથી સમગ્ર ઘટનાની જાણ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ MNS નેતાઓએ સોસાયટીના લોકોને ધમકી આપી કે, જો મરાઠી લોકો સાથે ખોટો વ્યવહાર કર્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.

વોટ્સએપ ગ્રુપ પર બાયકૉટ કરવાની અપીલ

- Advertisement -

વિવાદનો સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમાંથી એક MNS નેતા કહે છે કે, ‘તમને લાગે છે મરાઠી ગંદા છે તો મહારાષ્ટ્ર પણ ગંદુ છે. તમે આવી ગંદી જગ્યાએ કેમ આવ્યા? જો બીજીવાર મરાઠી સાથે દુર્વ્યવહાર કર્યો તો સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે.’ ત્યારબાદ ફરી MNS કાર્યકર્તા સોસાયટીમાં આવ્યા અને વોટ્સએપ ગ્રુપ પર રામ રિંગેને બાયકૉટ કરવાની અપીલ કરી. આ સિવાય સોસાયટીના ચેરમેન રાજ પાર્તેને પણ ધમકી આપતા કહ્યું કે, જો આ પ્રકારનો વ્યવહાર રહેશે તો અમારે અમારા અંદાજમાં જવાબ આપવો પડશે.

કોંગ્રેસે કર્યો વિરોધ

સમગ્ર ઘટના વિશે માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કહ્યું કે, સોસાયટીની એક બેઠક બોલાવવામાં આવશે અને જે પણ ખોટું થયું હશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વળી, કોંગ્રેસ નેતાઓનું પણ કહેવું છે કે, વારંવાર મરાઠીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને તેના જવાબદાર દેવેન્દ્ર ફડણવીસ છે. એક નેતાએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ તો નોનવેજ ખાય છે. આ બધું સરકારના કારણે થઈ રહ્યું છે. તે ગુજરાતી અને મરાઠી વચ્ચે લડાઈ ઊભી કરવા માગે છે.’

Share This Article